SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્રકુમાર : [૧૭] હું મન છું. તેઓની ગેરહાજરીમાં પણ હું તારું ને મારું પિષણ કરીશ. હું કુલીન કુટુંબની તનયા હાઈ મારે એ જ ધર્મ છે. એટલું ખમીર મારી છાતીમાં હજુ ભર્યું છે.” માડી ! તારી વાત તને શેભે તેવી છે છતાં તે તારી પાસે રહે. હું આ સુતરવડે જ સ્વસંતાન પ્રત્યેની ફરજને અભરાઈએ ચઢાવનાર પિતાને બાંધી રાખીશ અને એ દ્વારા તેમની ફરજનો ખ્યાલ કરાવીશ.” રાજન ! તમે ગમે તેમ માને પણ, મારી નિદ્રાવસ્થામાં મા-દિકરા વચ્ચે જે વાતચીત ચાલી છે એને ભાવ મારા ઉપર્યુક્ત વર્ણનમાં આવી જાય છે. મગધ દેશના સ્વામી ! આપને હું શું કહું? ફકીરીનાં સ્વાંગ ધરવાને ઉઘુક્ત થયેલ હું આખરે તે એક માનવી જ હતો. મારા હૃદયના સ્નેહ-ઝરણા તદ્દન નહોતા સૂકાઈ ગયા. ઊંડે ઊંડે ત્યાં એકાદ ખૂણામાં પત્ની કે પુત્રને નહિં પણ જીવ અથવા આત્મા પ્રત્યેનો પ્રેમ તે ઢંકાયેલ પડ્યો જ હતો. એ પ્રેમમાં જ હું દયાના દર્શન કરતો અને અહિંસાના આદર ભાળતો. પત્ની ધર્મની વાત શ્રવણ કરી મારું હૃદય થનગની ઊઠયું. આર્યાવર્તની એ મહાદેવીઓના આવા પવિત્ર જીવન પ્રત્યે મને બહુમાન પેદા થયું. આજે પણ એ મહાસતીઓના ચરણમાં મારું મસ્તક અવનત થાય છે. અપેક્ષાના દષ્ટિબિન્દુને વેગળું મૂકીએ તો નારીજાતમાં દૂષણ જેનારે કેવળ એકાંત દેષ જ જોયા છે. તરત જ મારા ચક્ષુ સામેના આવરણો એ બનાવથી ખસી ગયા. પિતાધર્મનું મને ભાન થયું. મારા કલ્યાણ કરતાં પણ મને એમાં વધુ કલ્યાણ દેખાયું અને તેથી મેં એ નાના બાલુડાની પીઠ થાબડતાં હર્ષિત હૈડે જણાવ્યું કે– વત્સ! તારે ચોકી કરવાની હવે જરૂર નથી. બેટા! તે સુતરના જેટલા આંટા મારા પગે વીંટ્યા છે તેટલા વર્ષ હજી હું
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy