________________
[ ૪૪૬ ]
પ્રભાવિક પુરુષ : ત્રીજા ભાગમાં પીરસવામાં આવનાર સામગ્રી સંબંધમાં-એ પાછળ જે જાતની રેખા નિયત કરાયેલ છે અને જે કમ દોરવા ધારેલ છે તે સંબંધમાં થોડી વિચારણા કરીએ. - શ્રી મહાવીર ભગવાનના સમય પછી થયેલા મહાત્માઓના ચરિત્રો આપવા અને તે પણ વિશની ગણત્રીએ આપવા–એ જાતને ઉદ્દેશ મુખ્ય હોવા છતાં–વળી ભરતેશ્વર બાહુબલિની સજઝાયને નેત્ર સામે રાખી કામ ઉકેલવાની વૃત્તિ હોવા છતાં-એ શક્ય બનશે કે કેમ? એ પ્રશ્ન ઊભે જ છે. હવે જે ચિત્રાંકન કરવાનાં છે એમાં કથાનકની સામ્યતા કે મળતાપણું અગ્રભાગ નહીં ભજવે પણ એને સ્થાને પરંપરા જ જોર કરતી દષ્ટિગોચર થશે. સંખ્યા પણ વીશના આંકને વટાવી જાય એટલી બધી સામગ્રી નજર સામે પડેલી છે. જેમ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના રચનાર કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરિને તીર્થક-ચકવર્તી-વાસુદેવપ્રતિવાસુદેવ અને બળદેવનાં ચરિત્ર ઉપરાંત પરિશિષ્ટ પર્વની રચના કરવી પડી તેમ અહીં પણ શ્રી વીરપ્રભુની પાટ પરંપરામાં એવા પ્રભાવિક મહાત્માઓ થઈ ગયા છે કે જેમના જીવનવૃત્તો સંબંધમાં ન તો તદ્દન મૌન રહી શકાય કે ન તો એમને કમમાંથી પડતા મૂકી શકાય. એટલે વીશના આંકનો મોહ છોડ્યું જ છૂટકે, કિવા ભાગનો આંક લંબાવે જ આરો. આ તો અનાગત કાળની તરંગાવળી! એ ફળીભૂત થવાને આધારે માનવીના પ્રયત્ન પર કે દ્રઢ ઈચ્છાશક્તિ પર જેટલો અવલંબતો નથી એથી અધિક અવલંબે છે ભવિતવ્યતાના અકળ વિધાનમાં. “તેથી અલ પ્રાસંગિકેન” રૂપી પૂર્ણવિરામ મૂકવાનું ઉચિત લાગ્યું છે.
માસિકમાં ત્રીજા ભાગની લેખમાળા આરંભતા જે પ્રસ્તાવના કરવામાં આવી છે એમાં એક વાત મુખ્યપણે તરવરે છે અને તે એ જ કે હવેને કથાનકે પાછળ ઈતિહાસનું જોર છે અને