Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 461
________________ [૪૪૪] પ્રભાવિક પુરુષ : દે છે. અજાતશત્રુ ઊકે કેણિક એ મહારાજા શ્રેણિકને ગાદીવારસ સાચે જ પરાક્રમશાલી અને ગણનાપાત્ર રાજવી ગણાય. એના જીવનની નોંધ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં સંગ્રહેલી દષ્ટિગોચર થાય છે. અફસોસ એટલો જ કે એણે શક્તિને વ્યય એવી ઊલટી રીતે કર્યો કે જેથી એનું નામ પ્રાત:કાળે સ્મરણ કરવા ગ્ય મહાત્માની યાદીમાં ન મૂકી શકાય, છતાં ચેડા મહારાજાના કથાપ્રસંગમાં એની થોડી વાત આવી જાય છે. અનાથી મુનિનું જીવન એ સંસારની ક્ષણભંગુરતાના તાદશ્ય ચિત્રની રજુઆત કરતા દશ્ય સમ લેખી શકાય. સંસારી જીવન કરતાં શ્રમણજીવનની સૌરભ કઈ રીતે ચઢી જાય છે એ એમાં બતાવ્યું છે. દુનિયામાં સારો માલિક યાને શરણ લેવા જે નાથ મળે તેમ છે જ નહીં એ ટૂંકાક્ષરી મુદ્રાલેખ એ આ બીજા ભાગના પૂર્ણબિન્દુ સમાન છે. ચાલુ ગ્રંથની સામગ્રી સંબંધમાં એના પ્રાંતભાગે આપેલ આ ઉપસંહાર રચનાની સારી ય પરિસ્થિતિ ઉપર વિદ્યુતશક્તિદ્વારા ફેંકવામાં આવતાં “સર્ચલાઈટ” ની ગરજ સારશે. પ્રથમ ભાગ કરતાં આ ભાગ તદ્દન જુદી પદ્ધતિને લાગશે. એ જ પ્રકારે એમાંનાં દરેક જીવનચરિત્ર જૈન કથાનકના અભ્યાસીને કે જૈન સાહિત્યનું અવગાહન કરનાર સાહિત્યસેવીને મન નવીન તો નથી જ પણ એને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે અને એમાંના મુખ્ય પાત્ર સાથે અન્ય બાબતોના જે તાણા-વાણા વણુ દેવામાં આવ્યા છે એ જરૂર રેચક ને આહલાદજનક થઈ પડશે એમ મારું માનવું છે. કથાનિરૂપણમાં આ શૈલીનું સેવન મારે માટે નવું હોવાથી એમાં તૂટી રહી હોય એ સહજ છે. વ્યાકરણની ભૂલો કે ભાષાના દે તો છે જ એ હું સ્વીકારી લઉં છું. મારો આશય

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466