________________
[ ૪૪૮ ]
પ્રભાવિક પુરુષો :
શષ્ય ભવસ્વામીનુ વૃત્તાંત ચાલી રહ્યું છે. એમાં નાગિલાના પાત્રથી માંડી ખુદ શય્યભવના પાત્ર સુધીમાં નિરીક્ષણ કરવામાં આવશે તા સહજ જણાશે કે કથાનકના વાણા–તાણામાં કલ્પનાને વિહાર વિનારાક–ટાકથી ચાલુ રહ્યો છે. છૂટ લેવામાં જરા પણ કચાશ રખાઇ નથી. અલબત્ત, એક વાત ધ્યાનમાં રાખેલી જ છે અને તે એ કે એ દ્વારા મૂળ પાત્રાનું વ્યક્તિત્વ કે ઐતિહાસિકપણું માર્યું ન જવું જોઇએ. એ દ્વારા ધર્મ-નીતિના જે નિયમા છે એને જરા પણ ક્ષતિ ન પહોંચવી જોઇએ.
જૈનધર્મ પ્રકાશના અકામાં આ પ્રવાહ વર્ષોથી ચાલુ છે અને શ્રી જૈનધર્મ પ્રસારક સભાના વિદ્વાન્ ને વયેાવૃદ્ધ પ્રમુખ મહાશય તરફથી એ સબંધમાં લાલબત્તી ધરવાના પ્રસ ંગ હજી સુધી પ્રાપ્ત થયે। નથી એટલે અભિલાષા તા એવી છે કે- ચથાન્તિ સુમે યતનીયમ્ ’એ સૂત્ર અનુસાર લેખિનીને સ્વતંત્રતાથી વિચરવા દૈવી અને જૈન સાહિત્યના મહાત્માઓને જગતના ચાકમાં નવિન લેખાશમાં રજૂ કરવા. એ રીતે જૈન ધર્મોના અણુમૂલા તત્ત્વાની કિવા રહસ્યપૂર્ણ વિધિ-વિધાનેાની અથવા તા ઇતર દર્શીનથી જુદા પડતાં મતભ્યેાની વિચારણા કરવી.
ભાવી કાર્યવાહીના આ ટૂંક ઇસારા સાથે ચાલુ ભાગના ઉપસ’હાર પૂર્ણ વિરામ પામે છે.