________________
ઉપસંહાર :
[૪૪૩ ] કેવું લૂલું ને પાંગળું છે એ દર્શાવવા પણ પ્રયાસ કર્યો છે. એ રીતે એક નાનકડા જીવનપ્રસંગને યથાશક્તિ વિકસાવ્યો છે અને જેન સાહિત્યના એક અમર મહાજનને–વાર્તા સાહિત્યના એક અનુપમ કુસુમને-હાર્દિક અંજલિ અપી છે. શ્રેષ્ઠી સુદર્શનને શિયળમહિમા સૂચવતું કથાનક આમ તો આબાળવૃદ્ધના મુખે રમતું ગણાય, છતાં ચાલુ કથાપ્રવાહમાં એને જે રીતે રમતું મૂક્યું છે અને જુદા જુદા પુસ્તકમાં વિખરાયેલા એના અંશોને સંગ્રહી એક સર્વાગપૂર્ણ ચિત્ર તરિકેનું આલેખન રજૂ કર્યું છે એ વાચકવર્ગને પ્રેરણાદાયી ને સંતોષદાયી તો બનશે પણ એ ઉપરાંત ઈતિહાસની સાંકળને બંધબેસતું પણ થઈ પડશે.
ચેડા મહારાજાના પ્રસંગમાં મંગળાચરણના શ્રી ગણેશાય કરતાં પૂર્વે-“ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ” નામના પુસ્તકને ઉતારો આપી ઇતિહાસની જે મજબૂત પીઠિકા બાંધી છે એ ચિત્રમાં આવતાં અન્ય પ્રસંગ કરતાં પણ અતિ મહત્ત્વ છે. ચાલુ પ્રવાહમાં તો માત્ર ગણત્રીનાં જ દશ્યો સિનેમાના ચિત્રપટ માફક આવે છે અને અદશ્ય થાય છે, પણ એ ઉપરથી પુરાતવરસિક અને ઐતિહાસિક ઈમારતના ચણતર કરવાવાળાઓ ધારે તો ઘણું નિપજાવી શકે એવો કિમતી મશાલે આ રાજવીના વૃત્તાન્તમાં-ગણુના આ નાયકના જીવનમાં-ભર્યો છે. આ કથામાં અવસર્પિણી કાળના એક મહાયુદ્ધનું જોડાણ થયું છે. ચાલુ કાળના વિશ્વયુદ્ધની જે દારુણ ને ધૃણાજનક હકીકતો સંભળાય છે એ ઉપરથી હિંસાના અંતિમ પરિણામ સ્વરૂપ ઘોર સંગ્રામમાં કેવી સત્યાનાશની હોળી ભભુકતી હોય છે અને એની જવાળા વિસ્તાર પામતા કે સર્વનાશ નેતરે છે એ વાત સ્મૃતિપટમાં તાજી થાય છે. “સારે નામ કે અરે નામ” એ ઉક્તિ અનુસાર શ્રેણિક મહારાજના જે એક પુત્રનું વૃત્તાન્ત અગાઉના ગુચ્છકની મર્યાદામાં આવ્યું નહોતું તે અહીં દેખા