________________
ઉપસંહાર :
[૪૧] જ્યારે ચોથાના જીવનમાં સુપાત્ર પ્રત્યેની હાંસી કે ભાગ ભજવે છે એ બતાવવામાં આવ્યું છે. ચારેના જીવનમાંથી કેટલાક રોચક પ્રસંગોને ઉચકી લઈ વસ્તુગૂંથણ કરી છે અને એમાં દેશકાળના કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નોને વહેતા મૂકવામાં આવ્યા છે.
બીજા ગુચ્છકમાં પ્રથમના જે નથી તે વિસ્તાર કે નથી તે લાંબી પ્રસંગમાળા. ટૂંકા–ટચ શબ્દમાં જીવનરહસ્ય ઉકેલાય છે અને એમાં ભરેલી સેરભ તરફ પથરાય છે. થોડા સમયમાં આત્મિક જ્યોત જગવનારા આ મહાત્મા સાચે જ થોડામાં ઘણું કહી દેખાડે છે. એમાંથી જ વશમી સદીમાં ભારતવર્ષમાં જે સુદર્શન ચકનું મહત્ત્વ એક મૂઠી હાડકાના સંતના મુખે વારંવાર સંભળાય છે એ સુદર્શન ચકનું મૂલ્યાંકન કરવાની રીત સાંપડે છે. અનાર્ય દશા પ્રયાસ કરવાથી ખંખેરી શકાય છે અને ચાર કાયમને સારુ “ર” રહેવા નથી સરજાયે. સદ્દગુરુના સમાગમથી ડાકુ, ચેર કે હત્યારાના જીવનમાં પણ સુધારણા થઈ શકે છે એ ઉમદા સત્યનું દર્શન દઢપ્રહારીનું ઉદાહરણ કરાવે છે.
ત્રીજ ગુચ્છકના ચારે રાજાઓ વાંચકને સાચે નવી સૃષ્ટિમાં લઈ જાય છે. એમને લગતો વૃતાંત જે ઢબે આ પુસ્તકમાં આલેખાયે છે એ અન્યત્ર જેવાથી નહિ મળે. દશાર્ણભદ્ર કરતાં કરકંડુનું ચરિત્ર કંઈ નવો જ ભાસ કરાવશે. ચાલુ કાળને માનનીય એવા સિદ્ધાંતો નવા જ લેબાશમાં રજૂ કરશે અને એક કરતાં વધુ પ્રસંગેમાં જૈન દર્શન ઈતર દશનેથી કેટલું આગળ જાય છે એને સહજ ભાસ કરાવશે.
ચોથા ગુચ્છકમાં શ્રેણિક મહારાજાના પુત્ર સંબંધી વિચારણા કરી છે. એમાં પણ જે પુત્ર સંબંધી જૈન કથાનકમાં સવિશેષ હકીકત સંભળાય છે અને જેઓના જીવનનો અંત આત્મસાક્ષાત્કારમાં પરિણમ્યો છે એમના જ કથાનકે આલેખ્યા છે.