________________
ઉપસંહાર :
[ ૪૩૯] વિભાગ--શ્રી મહાવીર પ્રભુ પૂર્વે થયેલ મહાપુરુષોના ચરિત્રનો. (૨) બીજો વિભાગ-શ્રી મહાવીર પ્રભુના જીવન સમયમાં વર્તતાં મહાપુરુષોના ચરિત્રોને અને (૩) ત્રીજે વિભાગ–શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી થયેલાં મહાપુરુષોના ચરિત્રનો–એ સાથે ધારણું એવી રાખી કે દરેક વિભાગમાં વીશ કથાનકોનો સમાવેશ કરો. વૃત્તિના કથાનકને ઉપર્યુક્ત રીતે વહેચતાં વિભાગ માટે નિયત કરાયેલ સંખ્યામાં ખોટ પડવા માંડ્યો એટલે એની પૂરવણી, વિભાગનો સમય ધ્યાનમાં રાખી, ચાલુ ચરિત્ર સાથે બંધબેસતા આવે તેવા બીજા મહાપુરુષોના ચરિત્રથી કરી. આમ કરવામાં વૃત્તિના કથાનક સાથે કઈ કઈ સ્થળે વધઘટ કરવી પડી છે પણ એમ કર્યા વિના ચાલે તેમ નહોતું એ કબૂલવું વ્યાજબી માનું છું. એ ઉપરથી એક જ વાત પ્રતિ વાચકનું ધ્યાન ખેંચવાનું છે અને તે એ જ છે કે–ભરતેશ્વર-બાહુબળી સઝાયમાં જે મહાત્માઓના નામ સ્મરણ કરાયેલ છે અને વૃત્તિકારે જેમને માટે ચરિત્ર-ગૂંથણું કરી છે એ ઉપરથી મને કથા આલેખન કરવાનો ભાવ પ્રગટ્યો, છતાં મારા આલેખનમાં નથી તો ઉક્ત વૃત્તિમાં કહેલા ચરિત્રનું અક્ષરશ: ભાષાન્તર કે નથી તો એ માટે નિશ્ચિત કરેલું રેખાંકન. મારી ચક્ષુ સામે વૃત્તિકારના ઉલ્લેખો હોવા છતાં મેં એ સિવાયના બીજા પુસ્તકમાંથી ગ્રહણ કરવા જેવું અથવા તો રસસામગ્રી પૂરવા જેવું કાર્ય ઉઠાવ્યું છે. વળી મારી સ્વેચ્છા મુજબ એની રજુઆત કરી છે. એ માટે વૃત્તિકાર કે ભાષાંતરકારને કમ જાળવવામાં આવ્યો નથી.
પ્રથમના વિશ કથાનકે કે જે જૈન સસ્તી વાંચનમાળામાં જેનેના પ્રભાવિક પુરુષ” તરિકે પ્રગટ થઈ ચૂક્યાં છે તે વાંચી જોતાં મારે એક રાહ સામાન્ય રીતે સાચો લાગશે. અલબત્ત, એ કાળે મારે કલમ ચલાવવાનો પ્રયાસ પ્રારંભિક હેવાથી, તેમ જ વાંચનમાળાની પદ્ધતિ ધ્યાનમાં રાખી લેખનકાર્ય