________________
અનાથી મુનિ :
[૪૩૭] સર્વ સ્વજન સન્મુખ દઢતાથી રજૂ કર્યો. કુટુંબીજનેએ સંસારમાં રહેવા ઘણે આગ્રહ કર્યો પણ સંસારને જેને પ્રગટ અનુભવ થયે છે એવો હું સંસારમાં રહ્યો નહીં.
મગધના સ્વામી! એ અનાથી તે હું પોતે જ. ધરણીતળ પર મારે નાથ બની સધિયારે આપનાર મને તો ન જડ્યો, પણ હું હિંમતપૂર્વક કહું છું કે તમારા સરખા મોટા માંધાતાને પણ મળનાર નથી. એ યથાર્થ સત્ય પૂર્ણપણે પિછાની લઈને જ તીર્થકર દેવો સંસારને છેલ્લા નમસ્કાર કરી મેક્ષના માગે વિદાય થઈ ગયા છે. ”
મુનિરાજ ! મને ક્ષમા કરો. મેં આપ સરખા ત્યાગીને પ્રલોભન બતાવી ત્યાગધર્મથી પાડવા જે પ્રયાસ સે તે માટે હું મિથ્યા દુષ્કૃત દઉં છું. આપ સાચું સમજ્યા છો અને આપે જ આજે મને અનેરું સત્ય સમજાવી મારાં જ્ઞાનનેત્રો ઊઘાડ્યાં છે. આપને મારું નમન છે.”
અનાથી મુનિની સઝાયની છેલ્લી બે ગાથામાં કહ્યું છે કેશ્રેણિક રાજાએ હાથ જોડીને અનાથી મુનિના ગુણની સ્તવન કરી. શ્રેણિક રાજા અહીં સમતિ પામ્યા ને ગુરુને વાંદીને સ્વસ્થાને ગયા. અનાથી મુનિના ગુણ ગાવાથી કોડેગમે કમ તૂટે–નાશ પામે. સઝાયના કર્તા સમયસુંદરગણિ કહે છે કે હું એ મુનિને બે હાથ જોડીને પ્રણામ કરું છું.”
આ કથાનક સાથે પાંચમા ગુચ્છકનું ચોથું પુષ્પ પૂર્ણતાને પામે છે અને પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયના પ્રભાવિક પુરુષોની જે માળા જી હતી તે આ વિશમાં કથાનક સાથે સંપૂર્ણ થાય છે.