________________
[૪૩૬ ]
પ્રભાવિક પુરુષો : यत्प्रातस्तदिनार्धे न, यदिनार्धे न तनिशि । यनिशि तनिशीथे न, संसारोऽनित्य एव हि ॥ २ ॥ રાજવી! કંઈ દુઃખના કંટાળાથી પ્રવ્રજ્યા નથી સ્વીકારી. જ્યારે મારી અસહ્ય પીડામાં કઈ ભાગ ન પડાવી શક્યું ત્યારે મને પ્રાતઃકાળે વિદાય થયેલા પેલા મુનિરાજનાં વચને સાંભર્યા. એ પાછળ જે અસીમ રહસ્ય છુપાયું હતું તેને સાચો ખ્યાલ એ વેદનાની આંધિ વચ્ચે જ આવ્યા. એ વેળાએ સમજાયું કે જીવને એકલાને જ પોતે કરેલાં કર્મો ભેગવવાં પડે છે. એ વેળા વહાલામાં વહાલી પ્રેયસી કે પ્યારામાં પારો મિત્ર પણ લાચાર બને છે. એ ઘડ બરાબર મગજમાં બેઠી ત્યારે મને ભાન થયું કે માનવજીવન પામ્યાનું સાર્થકય આ વિલાસ મગ્નતામાં નથી સમાયું. પેલા અનગારે જે માર્ગ લીધે છે એ જ સાચે માર્ગ છે કે જે દ્વારા સ્વાર્થ અને પરમાર્થ ઉભય સધાય છે.
હે રાજન ! મને અચાનક વિચાર ઉદ્દભવ્યું કે “જે આ મહાવ્યથામાંથી હું છૂટું તો અવશ્ય એ શ્રમણના પંથને સાથીદાર બનું.” આ પ્રકારની તરંગમાળામાં મારી આંખ મળી ગઈ અને જ્યારે આંખ ઊઘડી ત્યારે પ્રાત:કાળનાં ચેઘડી વાગી રહ્યાં હતાં. નેત્ર સામે જ ગઈ રાતની આંધિના ઉકાપાતો મેજૂદ હતા એટલે આખી ય વાત સ્મૃતિપટમાં તાજી થઈ. આશ્ચર્ય એટલું જ થયું કે જે કષ્ટ વૈદ, હકીમેના ઈલાજેથી કે મંત્રતંત્રના પ્રયોગોથી નહાતું નાશ પામ્યું તે મારા માનસિક નિશ્ચય પછી સદંતર અદશ્ય થઈ ગયું હતું. મારું મન પોકાર પાડતું હતું કે મારે એ નિશ્ચય જ મને શય્યામાંથી ઉઠાડવામાં સહાયભૂત થયો છે.
મનચંગા તો કથરોટમાં ગંગા” એ ઉક્તિ પાછળ જે કંઈ સત્ય હતું તે મારી વહારે આવ્યું. મેં પણ મારે એ નિરધાર