________________
અનાથી મુનિ :
[૪૩૩] ધ્યાનમગ્ન સાધુ, રાજવીના પ્રશ્નથી ધ્યાનથી વિરામ પામ્યા અને પ્રશ્નકાર મહારાજા સામે જ્યાં પ્રસન્ન વદને કંઈ કહેવાની શરૂઆત કરે છે ત્યાં તો વાચકને ગયા અંકમાં વર્ણવી તેવી રુષ્ણશામાં અમાપ પીડા અનુભવતો કેશામ્બી નગરીને પેલે મેજી કુંવર સ્મૃતિપટમાં તાજે થાય છે. બરાબર અવલોકન કરવાથી ખાત્રી થાય છે કે એ કુમાર જાતે જ સાધુતાનો પવિત્ર સ્વાંગ સજી સામે ખડે થયે છે. તરત જ મન શંકાના હિંચોળે ચડે છે. જે યુવાન એક વેળાએ મુનિવચન પર મજાક ઉડાવતો હતો, જે યુવાન બીજી વેળા અતિ દારુણ દુઃખમાં તરફડતો હતો તે અચાનક ત્યાગના પંથે કેવી રીતે ચડડ્યો ? પણ શંકાના ચકાવે ચડવાની જરૂર રહેતી જ નથી. શ્રેણિક મહારાજના પ્રશ્નના ઉત્તરરૂપે એને પૂર્વ ઈતિહાસ સ્વમુખે. ઉકેલાય છે. એકચિત્તથી એનું શ્રવણ કરતાં જ શંકાનું નિરસન સ્વયમેવ થઈ જાય છે.
કવિશ્રી સમયસુંદરજી એ વાત નિમ્ન સજઝાયમાં રજૂ કરે છેશ્રેણિકરાય ! હું રે અનાથી નિગ્રંથ, તિણે મેં લીધે રે સાધુજીને પંથ. શ્રેટ ૧ ઈણે કે સાંબી નયરી વસે, મુજ પિતા પરિગળ ઘન્ન; પરિવાર પૂરે પરિવર્યો, હું છું તેહને રે પુત્ર રતન્ન. શ્રેત્ર ૨ એક દિવસ મુજને વેદના, ઉપની તે ન ખમાય; માતપિતા છૂરી રહ્યાં, પણ કિણહી રે તે ન લેવાય. છેવ ૩ ગોરડી ગુણમણિ રડી, ચેરડી અબળા નાર; કેરડી પીડા મેં સહી, ન કેણે કીધી રે મારી સાર. ૪ બહુ રાજેદ્ય બેલાવિયા, કીધલા કેડી ઉપાય; બાવનાચંદન ચરચિયા, પણ તેહી રે સમાધિ ન થાય. છેવ પ
૨૮