________________
અનાથી મુનિ:
[ ૪૩૧ ] શી વાત કરવી? ઉપવનમાં માત્ર કુદરતના ભરોસે ઉછરેલાં અને કેવળ એ કુદરતની જ પંપાળણીથી પગભર બનેલાં વિવિધ વૃક્ષે, મનહર વેલડીએ, રંગબેરંગી પુષ્પના રોપાઓ અને રમણીય લતામંડપ અંગેઅંગને દાહ ઉપજાવતા ભસ્મરાશિના આકરા તાપમાં જે અમાપ ઠંડક અને અવર્ણનીય શાંતિ આપે છે એની સરખામણીમાં કયા પદાર્થને મૂકી શકીએ ?
ગ્રીષ્મઋતુમાં જેમ ભયંકરતા છે તેમ એની સામે એનું નિવારણ કરી તસ જનતાને શાંતિમાં સ્નાન કરાવી, નવચેતન અર્પનારી આવી વનવાટિકાઓ પણ મેજુદ છે. એ કુદરતની ઓછી કૃપા છે ? પુન્યવાન આત્મા એનો લાભ પોતાની આઠ પ્રકારની સમૃદ્ધિ સહિત મેળવે છે, જ્યારે સામાન્ય આત્માને માટે એનાં દ્વાર બંધ તે નથી જ. પિતાની ઉપાધિઓમાંથી એ છૂટી ન શકે એમાં આ લીલી વનરાજીને દેષ ન જ દઈ શકાય. ઠંડક, સુવાસ અને છાંયડે એ સે કેઈને વિનામૂલ્ય દેવાને એને ધર્મ છે, જે ફરજ ખલન વગર એ વનરાજી બજાવ્યે જાય છે.
પણ અરે ! પેલો કાંતિમાન તરુણ આ ધગધગતી જમીન પર કઈ લતામંડપના આશ્રયવિહેણ, એકાકી શા કારણે ઊભે છે? સહસ્ત્રક્રિમનાં આકરાં કિરણે પ્રતિ એ દુર્લક્ષ્ય કેમ દાખવે છે? જયારે આ વૃક્ષે સ્વજીવનના દષ્ટાન્તથી પરમાર્થના પાઠ શિખવે છે ત્યારે મારા જેવા રાજવીએ વિશ્રાન્તિમાં લોન થતાં પૂર્વે એકાદા નાનકડા પરમાર્થમાં યત્કિંચિત્ ફાળે નિંધાવે એ ફરજરૂપ લેખાય.”
એ વિચારથી મગધના સ્વામી શ્રેણિક મહારાજા જ્યાં પેલા તરુણ સમીપ પહોંચે છે ત્યાં તે આશ્ચર્યાન્વિત બની જાય છે.
ચહેરાની અને ખી તેજસ્વિતા! દેહલતાની કોમળતા! યુવાનવયના તનમનાથી નાચતાં ગાત્રે ! ખૂદ સ્વર્ગની અપ્સરા પણ