Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 446
________________ અનાથી મુનિ [ ૪૨૯ ] એકાએક થયેલા આ પલ્ટાથી અજાયબીમાં ગરકાવ બની ગયા. વહાલી વલ્લભા તા શણગાર બદલ્યા વિના સ્વામીનું શિર ખેાળામાં લઇ ત્યાં જ બેસી ગઇ. જોતજોતામાં આ સમયે રાજમહેલમાં ગ્લાનિનું વાદળ છવાયું. માતા, પિતા વિગેરે સ્વજના દોડી આવ્યા. વૈદ અને હકીમ દોડતા પગલે આવી પહેાંચ્યા. નાડીપરીક્ષકે અને મંત્રવાદીએ પણુ આવ્યા. સૈાએ પેાતાતાના ઉપાય અજમાવ્યા, પણ એમાંના એક પણ ઉપાય કારગત ન નિવડ્યો. નેત્રની પીડા પણ એટલી બધી વધી પડી કે કુમારથી સહી ન ગઈ. એના આર્ત્તનાદ વધી પડ્યો. અંગેઅંગ મળી રહેલું! એ પર કામળ હાથેાવડે ચાપડાતું ખાવનાચંદન પણ શીતળતા આપવાને અશકત નીવડ્યું. કાઇ રીતે ચેન જ ન પડે. મહામહેનતે સુ ંવાળી શય્યા પર કુમારને સૂવાડ્યો છતાં એવી મુલાયમ તળાઈ પણ કાંટા માફ્ક એને ખુંચવા લાગી. કાઇ પણ પ્રકારે એની વેદના ર્ચમાત્ર ઓછી ન થઇ. માતા, પિતા, ભ્રાતા, ભગિની અને પ્રિયતમા આદિ સાકેાઇના ગાઢ સ્નેહભર્યો સ ંમેાધના અને અંતરના ઉમળકાથી આદરેલા વિવિધ ઉપચારાથી બગડી તેા ન સુધરી પણ કુવરને દુ:ખ આછું જણાય અથવા તેા કંઇક અંશે શાંતિ પ્રાપ્ત થાય એ માટે કા ઇલાજ લેવે એ કાઇ શેાધી શકયું નહીં. માનવપ્રયત્નેાથી જેટલે પહોંચી શકાય તેટલે પહેાંચવામાં કચાશ ન રખાઇ. ધન તેા: પાણી માફક ખર્ચાઇ રહ્યું હતું, ઔષધિઆના હિસાબ નહાતા રહ્યો; પણ જ્યાં કશાની અસર જ ન પહેાંચે ત્યાં શું થાય ? જ્યાં સાકાઇના હાથ હેઠે પડ્યા ત્યાં કાઈના વાંક શુ કાઢવાના હેાય ? રાત્રિના એળા વધુ શ્યામ થતા ગયા. ઘટિકાયંત્રને કાંટા કલાકેાના અંતર કાપતા આગળ વધ્યા અને લાચાર અનેલ સ્વજનવ થાકી, કંટાળી, હતાશ બની ત્યાંથી ખસવા લાગ્યા. અનુચરવર્ગ પણુ ઉભરા શમી જતાં જેમ મૂળ સ્થિતિ પ્રસરે છે તેમ

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466