Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 444
________________ અનાથી મુનિ : [ ૪૨૭ ] સવારે મુનિની વાણી સાંભળી એ જ મધ્યાહ્ને કૌશામ્બી નગરીની બહાર આવેલી પુષ્પવાટિકામાં પેાતાના અંતેર સહિત આવી સંધ્યા સુધીના કલાકેા વાપિકાસ્નાન-જળક્રીડા અને સંગીતની રમઝટમાં ગાળ્યા. જાણે કે આખી વાડી વીણા-સારંગીના મીઠા રણઝણાટથી, કેાકિલ કંઠવાળી લલનાઓના ગીતનાદથી, ચેતનવતી બની ગઇ હાય એમ કોઈપણ આગ ંતુકને જણાતુ. ત્યાં જે પ્રવૃત્તિ ચાલી રહી હતી અને ધમાલ પ્રવતી રહી હતી એ તરફ મીટ માંડતા સહજ ઉચ્ચરાઇ જતું કે · પુન્યશાળીને પગે પગે ઋદ્ધિ ’મધ્યાહ્નકાળના સહસ્રરશ્મિ(સૂર્ય)નાં કર્કશ કિરણે ભલેને નગરના અન્ય ભાગેામાં વિજયશ્રી વરતા હાય, છતાં આ વાટિકામાં એની રચમાત્ર અસર નહાતી. અમાપ શીતલતા અને અમર્યાદ આનંદનું સામ્રાજ્ય પૂર્ણપણે પ્રવર્તી રહ્યું હતું. 6 સુખના શિખરે મ્હાલતા એ યુવાન એ જ આપણી વાર્તાના નાયક અને ભાવિ અનાથી મુનિ છે. આશ્ચર્યમુગ્ધ બનવાની જરૂર નથી. સુખમાં તન્મય થનાર સામાન્ય માનવી જ્યાં રિસ્થિતિને ગુલામ બની જાય છે, અરે ! પોતાની પૂર્વાવસ્થા વીસરી જાય છે ત્યાં આ વિલાસી કુંવરની શી વાત કરવી ? જેને સૂર્ય ને પ્રકાશ પ્રથમ જોતાં જ ચારે પાસથી લાડકાડ સિવાય બીજું કઈ મળ્યું જ નથી અને ‘ ખમા ખમા’ના પાકાર સિવાય બીજી કઈ સાંભળ્યું નથી તેને અન્ય દુઃખની કલ્પના પણ ક્યાંથી આવી શકે ? કાળની ગતિ વિષમ છે. જ્યાં સાગરાપમ જેવાલાએ કાળ પૂરા થઇ જાય છે ત્યાં બે પ્રહર વીતતાં શી વાર ? કાળચક્ર અસ્ખલિત ગતિએ વધું જ જાય છે. દિવસ પછી રાત અને મધ્યાહ્ન પછી સાંજ આવ્યા જ કરે છે. એવી જ રીતે સુખદુ:ખની બેલડીનુ પણ સમજી લેવું. કાયમનું દુ:ખ જેમ નથી. લખાયું તેમ કાયમનું સુખ પણ માનવીજીવનમાં નથી જ

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466