________________
નંદિષણ :
[૨૮૫] પ્રભુને પ્રણામ કરી કુમાર પિતાની સાથે પાછો તો ર્યો, પરંતુ કોઈ જુદા જ નિશ્ચયને ધારણ કરીને. સંસારીજીવનની એની પરાશુપતા છુપી તો નહાતી જ, પણ હવે અમલમાં મૂકી સંસારને લાત મારી સાધુતાના પંથે પળવાને નિરધાર એણે જાહેર કર્યો. માતાપિતાના કાને એ વાત પહોંચી. એમાં યેન કેન પ્રકારેણ વિલંબ કરવાની મસલતો પડી ભાંગી. ભૂપનું આશ્રયસ્થાન તો શ્રી મહાવીર, એમના પર શ્રેણિકની અટલ શ્રદ્ધા. એના બળે જ જ્ઞાન–ચારિત્રમાં તદ્દન મંદતાવાળા શ્રેણિક રાજવી ઉન્નત પંથના પથિક બનવાના. કેવળજ્ઞાની પ્રભુએ નંદિષણની સંયમ માટેની ઉલટ જોઈ, એ સાથે સત્તામાં રહેલ ભેગાવળી કર્મ પણ નિહાળ્યું. એ કુમારનું હવેનું જીવન વિલક્ષણતાભર્યું જોયું. દીક્ષા માટેની ઉતાવળ ઈષ્ટ ન લાગી, જ્ઞાનમાં દીઠેલી વસ્તુ ભૂપને કહી. એ સધિયારો લઈ શ્રેણિક નંદિકુમાર પાસે પહોંચ્યા. ભાગવવાના બાકી રહેલ કમની યાદ આપી, પણ નિશ્ચય એટલે અટળ-ફર, એ મંતવ્યવાળા કુમારને એની કંઈ જ અસર ન પહોંચી. “ પુરુષાર્થ પાસે કમ તા રાંકડું છે,” એમ કહીને તેઓ સાધુ બન્યા. ત્યાં આકાશવાણું શું કરે? આનું નામ જ ભવિતવ્યતા. હાણહાર એનું બીજું નામ. એ ફેરવવાનું સામર્થ્ય ન તો ચકી કે તીર્થપતિના હાથમાં પણ સંભવે. જો કે અરિહંતો અનંત બળના સ્વામી હોય છે, છતાં પણ પંચ સમવાયના ધોરણે ચાલતી વિશ્વનિયંત્રણમાં એને ઉપયોગ ન જ કરે. મૈનપણે કુદરતને એને ભાગ ભજવવા દે. મહાપુરુષોને એ જ સનાતન રવે છે. - સાધુતાનો અંચળો ઓઢી થોડા સમય પૂર્વેના કુમાર નંદિષેણ રાજગૃહીના સીમાડા ઓળંગી ગયા. અડગ નિશ્ચયથી અને સંગીન મનોબળથી મુનિપણાના આચાર પાળવા લાગ્યા. પ્રમાદના પંજામાં ફસાયા વગર સતત ધમધ્યાનમાં અને જ્ઞાનાજનમાં રક્ત રહેવા લાગ્યા. આ રીતે સ્વ આત્માને ઘણું ઉચ્ચ