________________
[ ૩૭૦ ]
પ્રભાવિક પુરુષ : જ્યારથી રાજગૃહીમાં નિરાશ હદયે દૂત પાછો ફર્યો ત્યારથી શ્રેણિક ભૂપાલના હૃદયમાં એ બનાવ જબરે મંથનકારી થઈ પડ્યો. પ્રથમ તો સ્નેહનો તંતુ ઉદ્વેગ પમાડતો, પણ હવે એની સાથે નેત્રહીણપતને ટેણે ભળે અને એ જાતને ટાણે સામાન્ય વ્યક્તિને પણ દુઃખકર્તા નીવડે તો મગધના સ્વામીને શલ્ય - તરીકે ભેંકાય એમાં નવાઈ પણ શી? એ વાત અમાત્યમુખ્ય
અભયકુમારના કણે પહોંચી. તરત જ તે મસલતગૃહમાં પોતાના પિતા રાજવીને તેડી ગયે અને તેમના મુખેથી એ વાતને નિશ્ચય કરી લીધું કે વિશાળાનરેશની તનયા સુષ્ઠાને જ્યારથી ચિત્રપટમાં નિરખી છે ત્યારથી તે ચહાવા લાગ્યા છે અને તેણું તેવી જ રીતે પોતાને નેહરષ્ટિથી જોતી હોય તે ગમે તે ભેગે-છેવટે સંગ્રામ ખેડીને પણ–પિતાની રાણું બનાવવા રાજા તૈયાર છે. દૂતના અપમાનને એ સીધો પ્રતિકાર છે. ક્ષત્રિય માટે એ જાતના યુદ્ધની નવાઈ નથી. જ્યાં આ જાતની ખાત્રી થઈ ચૂકી ત્યાં બુદ્ધિનિધાન અભયમંત્રીને વિશેષ મંત્રણ કે લાંબી વિચારણા કરવાપણું હતું જ નહીં. સુષ્ઠાને લાવવા સારુ કે માર્ગ લે? કેવી યેજના કરવી? એનું ચિતવન તે એના મગજમાં ક્યારનું ય ચાલી રહ્યું હતું. એ માટે ભિન્નભિન્ન બૃહો ગોઠવાતાં ને વિલીન થતાં આખરે એક કલપના પર આંખ ઠરી. રાજવીને એટલું કહી તે ઊડ્યો કે “મહારાજા! આપ બેફીકર રહે, ચેતનયા આપને મંદિરને જરૂર શોભાવશે. કોઈપણ ઉગ્ર પગલું ભરતાં પૂર્વે એના પ્રેમની પ્રતીતિ કરવી જોઈએ. એ માટે હું જ વિશાળ સિધાવીશ. તમારે મારી સૂચનાઓને અમલ કરે ત્યાં ગયા પછી એ માટે કાર્યક્રમ જણાવીશ.”
સુવેગા સાથે લંબાણથી વાત કરનાર અને વણિક જાતિની વ્યવહારકુશળતાની સચોટ છાપ પાડનાર સોગંધિક એ અન્ય કેઈ નહીં, પણ મંત્રીશ્વર અભય પોતે જ હતો. આજે ચટક