________________
[ ૩૮૦ ]
પ્રભાવિક પુરુષ :
છતાં મને એટલું તે સમજાઇ ચૂક્યુ` કે મને થાપ આપવાનુ એ એક બહાનું છે. જો હું અહીંથી આઘીપાછી થઇશ તા તરત જ સુજ્યેષ્ઠા પસાર થઈ જશે. જેના વિના મને ઘડીએ ન ચાલે તેને હું કેમ ત્યજી શકુ? એ ગઈ છતાં હું તે માનપણે ઊભી જ રહી. તેણી પાછી કે તે પૂર્વે મહારાજે મને રથમાં બેસાડી અશ્વોને હાંકી મૂકાવ્યા. રથ થેાભાવવાની મારી વાત સાંભળી જ નહીં. આ કરતાં વધુ માહિતી મારી પાસે નથી. હા, એટલુ વિશેષ જાણું છું કે અંત:પુરની નજીકમાં એક સાગ ધિકની દુકાન હતી જ્યાં સુરેગા વારંવાર જતી, પણ છેલ્લા ત્રણ દિવસથી એ દુકાન એકાએક ઉપડી ગઇ છે અને સાગ ધિક જણાતા નથી.’’
આ પ્રમાણે વાત થાય છે ત્યાં તે પ્રતિહારીએ ખબર આપી કે “ એક સૈનિક હાંકતા હાંફતા દ્વાર પર ઊભેા છે. તે મહારાજને રૂબરૂ મળવા માંગે છે. ”
'
સત્વર જઇ એને પ્રવેશ કરાવ. મહારાજા શ્રેણિકે આજ્ઞા આપી. સૈનિકે શિબિરમાં પ્રવેશ કર્યા ત્યારે તેના શ્વાસ સમાતા પણ ન હતા. ચહેરા પર વિષાદની કાલિમા ફરી વળેલી હતી. મહારાજે ઇસારા કરી તેને બેસવા જણાવ્યુ અને જે કઈ મન્યુ' હાય તે ધીરજથી કહેવા સૂચવ્યુ.
""
સૈનિકે ગદ્ગદ્ ક ઠે જણાવ્યું–“ નામદાર ! જ્યારે આના રથ સુરગ માગે આગળ વધવા લાગ્યા ત્યારે અમે પાછળ રહેલા સૈનિકા અને દરેક અંગરક્ષક એક પછી એક સુરગમાં પ્રવેશી આપના રથ પાછળ કાર્ય સિદ્ધિ થયાના ઉમંગથી સ્મિતવદને કૂચ કરી રહ્યા. છેલ્લા અંગરક્ષક ને હું જોડમાં જ હતા. સુરંગનું સુખ અંધ કરવાની તૈયારી કરવાના આરભ કર્યો ત્યાં બાસાહેબની જોડે જે રમણીએ શરૂઆતમાં દેખાવ દીધા હતા અને પાછી