________________
ચેડા મહારાજા:
[ ૩૭૯ ]
રમવા છતાં, કોઇ અજ્ઞાત કારણથી સુજ્યેષ્ઠાને બદલે આ તેની ગિની ચેલણાની ભેટ થઇ છે. પાછળના રહસ્યથી મારા જેટલી જ તેણી પાતે પણ અજ્ઞાત છે. ”
“ અહીં ત્યારે દેવી ચેલા ! તમે મને જણાવશેા કે–ભગિની સુજ્યેષ્ઠા સાથેના અમારા તદ્દન છૂપા કાર્યક્રમ તમારી જાણુમાં શી રીતે આવ્યા ? અમારા બે જણ વચ્ચે ચાલતી મસલતમાં જ્યારે ખૂદ સુજ્યેષ્ઠાએ પરાક્ષપણે ભાગ ભજવ્યેા છે અને એક પણ પ્રસંગમાં તમારા ઉલ્લેખ સરખા કર્યા નથી ત્યારે આ ચેાજના તમે શી રીતે જાણી ?
“ અમે બન્ને કુમારિકા હેાવાથી તેમ જ અમારી બેની વચ્ચે ગાઢ પ્રીતિ હૈાવાથી આનંદ-પ્રમાદના દરેક પ્રસંગેામાં અમે જોડીરૂપે જ ભાગ લેતા હતા. તેણીને મેં પૂર્ણિમાને દિને વાટિકા તરફ જતી જોઇ અને હું સાથે થઇ, જો કે રાજ કરતાં મારા આજના વર્તનથી તેણીના ચહેરા કઇ વિકૃત જણાય. મને એમ પણ કહ્યું કે-‘ ચેલણા ! હું કઇ ક્રીડા અર્થે જતી નથી, આ તા સહજ આંટા મારી આવુ છું. મહેનડી ! તુ સાથે ન આવતાં અહીં જ થાભી જા.' મે માળસુલભ આગ્રહથી એ વાત કાન પર ન ધરી અને તેણીની અંગૂલી પકડી સાથે જ ચાલી આવી. આમ કરવામાં એક કારણ હતુ અને તે એ કે મે’સુજ્યેષ્ઠા અને અની ચેટી સુવેગાને છેલ્લા ત્રણેક દિવસથી ઘણી વાર ગુપ્ત વાત કરતાં જોયેલા હતા. એક વાર એમ પણ સાંભળેલું કે-‘ સુવેગા ! તું એફીકર રહે, હું ઠરીઠામ થતાં તુ જ તને તેડાવી લઇશ. ’ તેમને આ ગુપ્ત વાર્તાલાપ જાણવા સારુ મને સહજ કુતૂહળ જન્મ્યું. જ્યારે ખગમાં પગ મૂકતાં રથયુક્ત મહારાજને જોયા ત્યારે મને ભેદની ઘેાડી સમજ પડી. અલંકારના ડાડા રહી ગયાના મિષે જો કે એ પાછી ફ્રી,