________________
[ ૪૧૬]
પ્રભાવિક પુરુષ : ખાળી શકીશ; પરંતુ એમાં હરગીજ બીજે કંઈ ફેર પડનાર નથી. જ્ઞાનબળે જેનાર વિભૂતિઓએ આંક મૂક્યા છે એ સાચા છે. એની ખાતરી મને ડગલે ને પગલે થઈ રહી છે. તારા વંશજથી ભવિષ્યમાં જૈનધર્મ અને માનવસમાજની સુંદર સેવા થવાની આગાહી મને થઈ રહી હોવાથી જ મારી તને એક જ અને છેલ્લી આજ્ઞા છે કે આવતી કાલની સંધ્યા પૂર્વે તું તારા કુટુંબ સહિત અહીંથી કલિંગ તરફ પ્રયાણ કરી જા.”
વાચકગણ ઉપરના સંવાદ પરથી સારી રીતે જાણી ચૂક્યા હશે કે એ ચેટક મહારાજ અને તેમના પુત્ર વચ્ચેનું અંતિમ વાર્તાલાપ હતો. બીજી તરફ વિદ્યાએ મળ્યા છતાં, ઘેરો અતિશય લંબાવાથી કૃણિક અકળાઈ ગયો હતો, ત્રીજી તરફ રાત્રિના કોઈ છુપા હલ્લાથી એના સૈન્યનો કચ્ચરઘાણ વળતે હતો, છુપે હલ્લો પકડવા સારુ એણે પિતાના દળ અને નગરીના માર્ગ વચ્ચે જ ખાઈ ખોદાવી તેમાં ખેરના અંગારા ભરાવ્યા અને સખત ચકી રખાવી. એ રીતે હલ્લ અને વિહલ્લ કુમારે તરફથી સેચનક હાથીની મદદ વડે થતો હલ્લો પકડી પાડ્યો-એ વાત ઉક્ત બંધુઓના કથાનકમાં અગાઉ આવી ગયેલ છે. હલ્લ, વિહદ્વના ચાલ્યા જવાથી અને સેચનક હાથીના પરલોકપ્રયાણથી ખરી રીતે લડાઈનું કારણ નષ્ટ થતું હતું, છતાં કૃણિકના અંતરમાં એથી વધુ રષ ભરાયે. આ બધાના નિમિત્તભૂત ચેટક મહારાજને લેખી ઠેઈપણ હિસાબે વિશાલાના રાજ્યને હતું ન હતું કરી મૂકવાને દઢ નિશ્ચય દાખવી, પ્રતિજ્ઞા કરી કે-“તીક્ષણ હળવડે વિશાલા નગરીને ખાદી નાંખવી, અગર તેમ ન બને તો અગ્નિપ્રવેશ કરે.”
આ દારુણ પ્રતિજ્ઞા સાંભળી લાંબા સમયના ઘેરાથી નિરાશ થયેલ સિન્યમાં પુન: જેશ આ ને શત્રુદળને હંફાવવાનું કાર્ય ઉત્સાહથી શરૂ કર્યું. બીજી તરફ કૂણિકે કેઈ નિષ્ણાત જ્યોતિષીને