________________
[૪રર ]
પ્રભાવિક પુરુષો : હતી કે જેના પવિત્ર જળથી સંખ્યાબંધ સામંતોની હાજરીમાં મહારાજાને પૂર્વે અભિષેક થયો હતો. શાસ્ત્રકાર કહે છે તેમ ચેડા મહારાજા ગળે લોખંડની પુતળી બાંધી પાણીમાં પડ્યા એટલે ધરણે કે અધરથી ઝીલી લીધાં અને પોતાના ભુવનમાં લઈ ગયા. શેષાયુ મહારાજાએ ત્યાં જ પૂરું કર્યું. અંતિમ સમયે અનશન સ્વીકારી આઠમા સહસાર દેવકે ઈંદ્રના સામાનિક દેવ થયા.
કુણિકના લલાટમાં લેખ જ એવા હતા–પિતા અને માતામહના જીવનનો કરુણ અંત એને વગરવિચાર્યા પગલાંથી જ થયો. દુઃખ અને બંધિયાર જીવનથી કંટાળેલા પુરજનો મહારાજના છેલ્લા પગલાથી એટલી હદે વિવશ બની ગયા કે હવે એ ધરતી પર ક્ષણભર થોભવું એ કરતાં મરી જવું વધારે શ્રેષ્ઠ લાગ્યું. દરમિયાન સત્યકી વિદ્યાધરનું આગમન થયું. જે કે માતામહના દર્શનની આશા તો ન ફળી, પણ એમની વહાલી પ્રજાની માગણીથી એ પુરજનોને અન્યત્ર શાંતિવાળા સ્થાને લઈ ગયા.
પછી કુણિકે ગધેડાવડે હળ ચલાવી આખી વિશાળા નગરીને ખોદાવી નાખી. એ મહાપુરી માટીમાં મળી ગઈ. વિશાલાના પતન સાથે આ કથાનકનો અંત આવે છે.