________________
[ ૪૧૮]
પ્રભાવિક પુરુષો : બદલ્યા છતાં શાંતિ એનાથી દૂર ને દૂર જ દોડી જતી. આવા જીવનમાં એ કયું પગલું ન ભરે, અગર કયું કામ ન કરે એ વિચાર જ અસ્થાને છે. તપાસ કરતાં એને જણાયું કે ગુરુના શિક્ષાવચનથી કોધ પામી, ખૂદ ગુરુ પર પથ્થરની નાની શિલા ગબડાવનાર એક સાધુ એકાંતવાસ કરી ધ્યાનસ્થ રહેલ છે. પત્થરને બે પગ વચ્ચેથી જવા દઈ ગુરુ જીવથી બચ્યા, પણ તરત જ એ અવિનીત શિષ્યને દૂર કરતાં એમણે કહ્યું કે-“જે સ્ત્રી જાતિના ચહેરા જેવાને તને આ પવિત્ર વેશ હેઠળ રેગ લાગુ પડ્યો છે એ જાતિવડે જ તારો સર્વનાશ સર્જાયે છે. તારા કલ્યાણ ખાતર આપેલ ઠપકે સાપને જેમ દૂધ જેવો પિષ્ટિક પદાર્થ ઝેરરૂપે પરિણમે છે તેમ તને વેરરૂપે પરિણમ્યો જોઈ મને દુઃખ થાય છે. તારા જીવનની એ અધમ દશા સૂચવે છે.”
એ અવિનીત સાધુ નારીજાતિના પરાભવથી બચવા સારુ એક એવા નિર્જન પ્રદેશમાં પહોંચી ગયો કે જ્યાં વસ્તીનું નામનિશાન પણ ન મળે અને જ્યાં પહોંચવા સારુ સરિતા ઓળંગવી પડે. આ ઉપરાંત એણે તીવ્ર તપ પણ શરૂ કરી દીધો હતો અને એના પ્રભાવથી, શાસ્ત્રમાં સંભળાય છે તેમ, નદીનો પ્રવાહ જે દિશામાં પ્રથમ વહેતો હતો તેનાથી ઊલટી દિશામાં વહેતો થયો હતો. એ કારણે આ સાધુને મહિમા વૃદ્ધિ પામ્યો હતો એટલું જ નહિં પણ “ કુલવાલક સાધુ ” તરીકે એ આસપાસના પ્રદેશમાં વિખ્યાત પણે થઈ ચૂક્યા હતા. એમના નામની આસપાસ જનતાએ જાતજાતના ચમત્કારોની કથા-ગૂંથણી પણ કરી દીધી હતી, કુલવાલક સાધુએ એકાંત પ્રદેશનો વાસ અને તીવ્ર તપ ખુશીથી સ્વીકાર્યા હતાં અને એ રીતે વિયાજાતિથી પરાભવ પામવાના એગને સર્વથા ટાળી દીધો હતો. એ પાછળ એક જ તમન્ના વર્તતી હતી કે કોઈ પણ પ્રકારે ગુરુવચનને મિથ્યા કરવું.