________________
ચેડા મહારાજા:
[ ૪૧૯ ]
કુણિકને ઉપર જોઇ ગયા તેમ આવા જ કેાઇ ચારિત્રભ્રષ્ટ મુનિનુ કામ હતું અને જે હેતુની સિદ્ધિ સારું એ આતુર બન્યા હતા એમાં આ પેાતાના નામરાશિ સાધુ કુલવાલક સારા ભાગ ભજવશે એમ લાગવાથી તરત જ પેાતાની ચતુર ગણિકા માગધિકાને એલાવી અને કાઇપણ યુક્તિ-પ્રયુક્તિપૂર્વક એ ફુલવાલકને ફસાવી આ યુદ્ધભૂમિ પર તેડી લાવવાની આજ્ઞા કરી. એ સારુ સેાનામહેારાની થેલી આપી અને સાથમાં જોઇતા અનુચરા પણ આપ્યા.
ગણિકા કે વારાંગનાની કળા–દક્ષતા માટે એ સમયના સાહિત્યે ઘણી ઘણી વાત કરી છે. એ’જાતિ કેવળ દેહવિક્રય કરતી એવું એકાંતે ન કહી શકાય. એ વર્ગમાં પણ નારીતિને શેાભાવે તેવી સ્ત્રીએ પાકી છે. ચતુરાઇ-નૃત્ય-સ’ગીત-કપટનીતિ આદિ તેમની કેટલીક વારસામાં ઉતરતી કળાઓને લઇ, તેમનુ સ્થાન, કળાનું શિક્ષણ આપનાર ધામ સમાન થઈ પડતું હતું. કેટલાક ગૃહસ્થા પેાતાના સંતાનેાને સંસારમાં નાંખતા પૂર્વે એવી કળાઓના શિક્ષણ અર્થે એમના વાસમાં ચાહીને માકલતાં. ટૂંકમાં કહેવાનુ એટલુ જ કે માગધિકામાં ભલભલા મજબૂત મનવાળાને પીગળાવવાની શિત હતી.
કુલવાલક મુનિને પતિત કરવામાં કેવી યુક્તિઓ કામે લગાડી અને સ્ત્રીનું મુખ પણ ન જોવુ` કે જેથી ગુરુનાં વચને સાચા પડે એવા એક સમયના દૃઢ નિયમવાળા આ મુનિને ભ્રષ્ટ કરી પેાતાના મુખ સામે જોતા કરી દીધા. એવુ લખાણ વિવેચન ન કરતાં એટલું જ કહી સતાષ માનીશું' કે એ સ્થિતિ જન્માવવામાં ગણુકાએ તીર્થાટન કરવા નીકળેલી એક ધર્મપ્રેમી શ્રાવિકાના સ્વાંગ સજ્ગ્યા અને ધર્મના છદ્મથી પાતા પ્રતિ આકષી સરવાળે એટલી હદે કુલવાલક સાધુને પેાતાનામાં આસક્ત બનાવ્યા કે જેથી એ એકાંત સ્થાન તજાવી કુણિકરાજ સમક્ષ આણુવામાં અને એની પાસે મનગમતાં કાર્યો કરાવવામાં તેણી ફતેહમદ થઈ.