________________
ચેડા મહારાજા :
[ ૪૧૫] ગર્વથી વધુ લોહી વહેવડાવવું-એમાં નથી તો ડહાપણ કે નથી તો પરાક્રમ. સમય જોઈ વર્તનાર પુરુષ જ સમજુ લેખાય છે.
જ્યારથી નાગ સારથિના પત્ર વરુણે કૃણિકના સેનાપતિને હણને યુદ્ધભૂમિના બહારના ભાગે સંથારો કર્યો ત્યારથી મેં સૈન્ય-દોરવણને અધિકાર જાતે હાથમાં લીધું હતું, છતાં તે જોયું છે તેમ પેલી બે દૈવી શક્તિના જેરે શત્રુ વધુ જોર પર આવ્યું અને મારું અમેઘ ગણાતું બાણ પણ એની સામે નિરર્થક નિવડયું ! કેવળ અથડાઈને પાછું પડયું ! આ બધાં ચિહ્નો જ્યોતિષશાસ્ત્રની વાણીને સાચી પાડે છે. તે દિવસથી મેં કિલ્લાનો આશ્રય શેળે છે તે નહિ કે મારા કાંડા-બાવડામાં યુદ્ધ ખેલી કેશરીયા કરવાની તાકાતનો અભાવ છે તેથી અગર તો મને હજી લાંબું જીવી રાજ્ય કરવાની લાલસા છે તેથી! પુત્ર! એવું કંઈ છે જ નહીં. હજી એક અંકેડો મળવો અઘરો છે અને એ અકડે વિલક્ષણ છે.
વિશાલાની પ્રજા જે શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપની બહુમાનપૂર્વક ભક્તિ કરે છે અને જે સ્તૂપની સ્થાપના એવા અમૃત ચોઘડીએ થઈ છે કે ત્યારપછી વિશાલાની દરેક રીતે સમૃદ્ધિ વધતી રહી છે એ જ સ્તૂપ પ્રજાના હાથે વિલીન થશે. મારા જેવાથી એનો પ્રતિકાર પણ નહીં થાય અને એ પાછળ આ વિશાળ રાજ્ય માટીમાં મળવાની ઘટિકા રૂમઝુમ કરતી આવી લાગશે. કિલ્લામાં લગભગ બાર વર્ષ વ્યતીત કર્યા છે–એ. ઉપરોક્ત વસ્તુના દર્શનની કેવળ અભિલાષાથી જ. વસ્તુત: એ દર્શન કરુણ છે, છતાં સંસારી જીના સ્વાર્થમય ને અસ્થિર ભાવોનું-ચળવિચળ પરિણામેનું–પ્રત્યક્ષ અવલોકન કરવાને મેહ હોવાથી આ વૃદ્ધ હજુ પણ પરિસ્થિતિ જેમ નચાવે છે તેમ નાચી રહ્યો છે. પુત્ર ! માની લે કે શૂરાતન દાખવી આ આવી રહેલ આધિને તે થોડા કલાકો કે એકાદ દિવસને માટે