________________
ચેડા મહારાજા :
[૪૧૧ ] પાછલી અવસ્થામાં પુત્રને જન્મ થયો હોય અને ત્યારપછી થોડા સમયમાં વિશાલા નગરીનું પતન થયું હોય તે એ વાતને ઝાઝી જાહેરાત ન મળે, તેમ પુત્રીઓ માફક પુત્રને ઝળકવાને પ્રસંગ પ્રાપ્ત ન થયો હોય એમ અનુમાની શકાય.”
રાણી ચેલનો સંસાર રાજવી શ્રેણિક સહ અતિશય સુખમાં અને અમર્યાદિત નેહમાં પસાર થયા છે. પટરાણી તરીકેનું સ્થાન તેણે જીવનના છેડા સુધી ભગવ્યું છે. દરમિયાન તેની કુક્ષીએ કુણિક યાને અશોકચંદ્ર અને એ ઉપરાંત કાલકુમાર આદિ અન્ય દશ પુત્રોને જન્મ થયે છે. મગધ એ કાળમાં પ્રથમ પંક્તિનું જબરું સામ્રાજ્ય હતું. એની કીર્તિ-પતાકા દૂર દેશાંતર સુધી ફરકતી હતી, એટલે એને ઈતિહાસ પણ ચમત્કારી છે. એમાં મંત્રીશ્વર અભયે પણ સ્વબુદ્ધિપ્રગલભતાથી અને ભાગ ભજવે છે. એ સર્વ વર્ણવવાનું આ સ્થાન નથી. જે સમયની વાત કરીએ છીએ તે કાળે અભયકુમારમંત્રી સંયમ સ્વીકારી સંસારમાંથી નીકળી ચૂક્યા હતા. શ્રેણિક મહારાજ પોતાના પુત્ર કુણિકથી પરાભવ પામી, કેટલાક સમય સુધી કાષ્ઠના પીંજરામાં પુરાઈ, કેદી તરીકેનું પરાધીન જીવન જોગવી, અંગુલી પરની હીરાની વીંટી ચૂસી પરલોક–પ્રયાણ કરી ગયા હતા. શ્રેણિક મહારાજે, કુણિકને મગધની ગાદી આપવાની હોવાથી પોતાની પાસેની દિવ્ય કુંડલની જેડી, અઢાર ચક્ર (એર) હાર અને સેચનક હાથી પુત્ર હલ્લ–વિહલ્લને આપ્યાં હતાં. ઉપર કહ્યા પ્રમાણે પોતાના પિતા શ્રેણિકને હેરાન કરી, કુણિક ગાદી પર ચઢી બેઠે. બીજી તરફ માતા ચેલણાએ પતિ તરફ થતું નિંદ્ય વર્તન નિરખી, પુત્ર કુણિકને મહારાજ શ્રેણિકનું એના પ્રતિનું અપ્રતિમ સ્નેહનું ગ્ય અવસરે સ્મરણ કરાવ્યું. એને પરિણામે પિતાને છૂટા કરવા જતાં તેઓ મરણ પામ્યા, એટલે કુણિકનું મન એટલી હદે ખિન્ન થયું કે કેઈપણ પ્રકારે રાજ