________________
[૧૨]
પ્રભાવિક પુરુષો : ગૃહી નગરીમાં એને જરાપણ ગોઠયું નહીં. ચોતરફ એને દયાળુ પિતાની સામ્ય મૂર્તિ જણાવા લાગી. પોતે “કપુત તરીકે ચલાવેલું વર્તન હૃદયને બાળવા લાગ્યું. પણ બનનાર બની ગયું. એને ઓછો જ કંઈ ઉપાય હતે ? આખરે મંત્રીએ સમજાવી રાજધાની ચંપામાં ફેરવી એ શેક ભુલાવ્યા. દરમિયાન કુણિકની પટરાણી પદ્માવતીને પેલી કુંડળ-જોડી વિગેરે યાદ આવ્યાં એટલે કોઈપણ રીતે એ મેળવી આપવા સારુ કુણિક પાસે એણે હઠ આદર્યો.
બળજબરી થવાની ધાસ્તીથી હલ્લ-વિહલ્લ રાત લઈ ભાગ્યા અને શક્તિશાળી માતામહ ચેટકના શરણે ગયા. કુણિકે પિતાના ભાઈઓને પિતાને કબજે લેવાની ચેટક રાજા પાસે માંગણી કરી.
ચેડા મહારાજ ક્ષાત્રધર્મ ચકી શરણે આવેલ સામાન્ય માનવીને સોપે નહીં તો આ તો દોહિત્ર હતા, એટલે શાના સોપે? મગધ અને વિશાલા વચ્ચેના સંગ્રામનું આ કારણ કુણિકે જેડી કાઢયું. તે શૂરાતનમાં ગાંજ જાય તેવો નહોતો. સ્વપરાક્રમના જેરે એણે “અજાતશત્રુ” નું બિરુદ પણ મેળવ્યું હતું, છતાં સ્વભાવે કંઇક ઉતાવળીઓ હોવાથી રજનું ગજ કરી મૂક્ત. માતામહ ચેટકના ઉત્તરથી એને ક્રોધ ભભૂકી ઊઠ્યો. તે મેટી સેને લઈ વિશાલા પર ચઢ્યો. ક્ષાત્રધર્મના રક્ષણ અર્થે ચેટક મહારાજે સામે જઈ એને રે, એટલું જ નહિ પણ પિતાની અમેઘ બાણશક્તિથી એના સૈન્યને છિન્નબ્રિન્ન કરી નાખ્યું. એ યુદ્ધમાં કાળ, મહાકાળ વિગેરે દશે કુમાર મરાયા અને જીત ચેટક મહારાજની થઈ. આ પરાભવથી કણિકના ગાત્ર ઢીલાં થઈ ગયાં, છતાં તે હિંમત ન હાર્યો. તેણે અઠ્ઠમ તપવડે સિંધર્મેન્દ્ર તેમ જ ચમરેન્દ્રનું આરાધન કર્યું. ઉભય ઈન્દ્રોની સહાયથી “વજનું કવચ ” તેમજ “મહાશિલાકંટક” ને “રથમૂશળ” નામની બે સંગ્રામવિદ્યા મેળવી. ઘડીભર અત્યારની સદીના માનવીને આ વાત ગળે ઊતરતાં વિલંબ થશે, પણ જે કાળની વાત કરીએ