________________
[ ૪૦૮]
પ્રભાવિક પુરુષો : ક્ષાત્રવૃત્તિનું દીવાળું કાઢવા તુલ્ય શરમાવનારું કામ છે. એથી વિશાલાપતિની કીર્તિ સદાને સારુ કલંકિત બનશે. ચેટક મહારાજાના પુત્રે માત્ર પોતીકા જીવના બચાવ અથે પલાયન કરી, ક્ષાત્રવટ અને પ્રજાધર્મને છેહ દીધો એમ ઊઘાડે છોગે કહેવાશે. ઘડીભર અપત્ય પ્રેમ ભૂલી જાઓ. થોડી ક્ષણ માટે વંશવારસની મહિની બાજુ પર હડસેલ અને શાંત હદયે વિચાર કરો તો સ્પષ્ટ જણાશે કે આપ જે આજ્ઞા કરે છે અને એના પાલન માટે આટલા આતુર થયા છે એમાં રંચ માત્ર તથ્ય નથી. કેવલ પસ્તા અને વિમાસણ જ એમાં આકંઠ ભરેલાં છે.
“ચેડામહારાજની સાતે સતી” જેવી ટંકશાળી છાપ સર્વજ્ઞના મુખેથી જેમને પ્રાપ્ત થઈ છે એવી પ્રતિભાસંપન્ન પુત્રીઓના પિતા આજે આવી આજ્ઞા આપવા કેમ લલચાય છે? શું તેઓ પુત્રીઓએ રોપેલ કીર્તિવૃક્ષને એ જ બહેનોના લઘુ બંધવ પાસે ઉચછેદ કરાવવા ઈચ્છે છે કે એની પાછળ કઈ લાલસાનો વળગાડ છે તે ઊઘાડે પાડવા મારી વિનમ્રભાવે આપને વિનંતિ છે.”
ચિરંજીવી ! સાચા ક્ષત્રિયસંતાનને છાજે એવા શબ્દો દ્વારા મુખથી સાંભળી મને ઘણે જ આનંદ થાય છે. વર્ષો પૂર્વે ઉચ્ચરાયેલા તારી પ્રેમાળ માતુશ્રીના કિંમતી શબ્દો, જે કે એ વદનાર આજે હૈયાત નથી છતાં, સ્મૃતિપટમાં તાજાં થાય છે.
મારી કૂખે પાકનાર સંતાન પોતાને ધમ ચૂકશે કે કુલીનતારૂપી શેભાયમાન ભાલપ્રદેશ પર મશીનો કૂચડે ફેરવી કાલિમાં પ્રસરાવશે એ માનવાની હું સ્પષ્ટ ના પાડું છું. સ્વવરક્ષણ જેટલું સત્વ મેં ગળથુથીમાં જ પાયું છે. એ શબ્દને સાચે સાક્ષાત્કાર એક કરતાં વધુ પ્રસંગમાં દેવીની પુત્રીઓએ કરાવ્યું છે. આજે યુવાવસ્થાના આંગણામાં સંચરતા તારા સરખા પુત્રે એ વાત પુન: એક વાર તાજી કરાવી છે. આ બધી બાબતે વર્ષોના વહાણા વાયા છતાં મારી ચક્ષુ સામે તરવરતી ખડી છે અને એના