________________
[ ૪૦૬ ]
પ્રભાવિક પુરુષ :
એક ક્ષણને પણ નિરર્થક વિલંબ ન કરવા, એટલે સુજ્યેષ્ઠા બહેનના પાછા ફરવા અગાઉ રથ ઉપાડ્યો. હું થેાભાવવા પ્રયાસ કરું તે પૂર્વે તે અવેાની ગતિ વધી પડેલી. મારે। અવાજ અરણ્યરુદન સમ નિવડ્યો. સુજ્યેષ્ઠા બહેનને છેાડી મારા એકલા જવાના ઇરાદા નહાતા. હુ તા આ ગેાઠવણુથી તદ્દન અજાણુ હતી. કેવળ કુતૂહળવૃત્તિથી અચાનક તે દિવસે જ તેમની સાથે જોડાઇ હતી.
મગધની હદના એક સ્થાને વિસામે લેવા પિતાપુત્ર મળ્યા અને આ વાત ઉકેલાઇ ત્યારે સાચી સ્થિતિના ઘટસ્ફોટ થયેા. મને કહેવામાં આવ્યું કે મારી ઇચ્છા જો વિશાલામાં પાછા ફરવાની હાય તેા માનપુરસ્કર પહાંચાડવામાં આવશે ' પણ સુજ્યેષ્ઠા બહેને આ યાજનામાં ભજવેલા ભાગ પૂર્ણ પણે જાણ્યા પછી મને પાછા ફરવું ચેાગ્ય ન લાગ્યું. ઉભય રાજયા વચ્ચેના મતફેરથી જો હું પાછી ફરીશ તેા મગધેશને કેવળ નિરાશા જ પ્રાપ્ત થશે એમ ચાખ્ખું દેખાયું. આવા પ્રેમી સાથીદાર ગુમાવવાનું પણ મને ગમ્યું જ નહીં. સાહસિક ને સમાનધમી ભર્રાર સા કેાઇ યુવતીને ગમે. મેં મારી આંતરિક ઇચ્છાથી તેમને પતિ તરીકે સ્વીકાર્યા છે. સુજ્યેષ્ઠા બહેનની જગ્યા આજે પણ ખાલી છે. તેમની ઇચ્છા હૈાય તેા સન્માન સાથે તેડાવવાના પ્રમ ધ કરવા હું તૈયાર છું. તેમની અવેજીમાં મેં આ સ્થાન કાયમ માટે સ્વીકાર્યુ છે. આ જીવનભરમાં એમાં ફેરફાર થઇ શકે તેમ નથી. રાજીખુશીથી સધાયેલ સબંધમાં વડીલવર્ગ કંઇ અયુક્ત નહીં લેખે અને આ પુત્રી પર પૂર્વવત્ સ્નેહની મીઠી છાયા ચાલુ રાખશે એ જ અભ્યર્થન
ના.
x
""
અલ્પવયસ્કા ચેક્ષણાના
આપ સર્વના પાદારવિંદમાં પુનઃ પ્રણામ
X
×