________________
[ ૪૦૪ ]
પ્રભાવિક પુરુષો :
મિષે પાછા ફરવું અને મારા પિતાશ્રીનુ ચેલણાકુમારીને સુજ્યેષ્ઠા કલ્પી રથ ઉપાડવા-આ બનાવ એવી રીતે બની ગયા છે કે એમાં કાઇની ભૂલ શેાધવા કરતાં કુદરતની કરામત તરીકે એની નોંધ લેવી વાસ્તવિક છે. અચાનક રીતે ચેલણાકુમારીને ઉપાડી લાવ્યા, અંગરક્ષકાની આહુતિ અપાઇ, માટે લગ્ન કરી લેવા એવું પિતાશ્રીનુ કે મારું મંતવ્ય નહેાતુ જ. આપની માફક અમારાં હૃદયમાં પણ શ્રી જ્ઞાતપુત્રનાં કિંમતી વચને સ્થાન પામ્યા છે. ધર્મ-અધ
ના વિવેક અમને પણ છે. ચેલણાકુમારીએ સર્વ વૃત્તાન્ત જાણી જ્યારે પાતાની ખાસ ઇચ્છા દેખાડી ત્યારે જ પ્રેમસૂત્રની ગાંઠ અંધાઇ છે. તેમને આ સાથેના પત્ર એ વાત જણાવશે. આજે મારા અંતરમાં મારી જનેતા કરતાં પણ તેમનુ સ્થાન અનેખુ અને અદ્વિતીય છે. તેએ સાવકી મા હેાવા છતાં હું મારા માતુશ્રી જેટલું જ બહુમાન તેમના પ્રતિ ધરાવું છું, અને એ ભાવના મને તેઓની વિચક્ષણતા અને સ્નેહવૃત્તિમાંથી સહજ ઉદ્દભવી છે.
આ પત્ર કેવળ વસ્તુસ્થિતિનું સાચુ ખ્યાન રજૂ કરવા પૂરતા લખ્યા છે. એ આપશ્રીને કેાઇ રીતે ધનકર્તા નથી.
સેવક અભયના દંડવત્ પ્રણામ.
પત્ર ૨.
પૂજ્ય પિતાશ્રી, વહાલી માતુશ્રી, ભગિની સુજ્યેષ્ઠા આદિ સ્વજન વર્ગની સેવામાં.
66
રાજગૃહીનગરીથી લિ॰ આપની નાની પુત્રી ચેલણાના અહુમાનપૂર્વક નમસ્કાર અવધારશે. આપ વડીલની આજ્ઞા સિવાય મેં જે પગલુ ભર્યું છે તે મારી દૃષ્ટિએ ભૂલભર્યુ નથી, છતાં આપની નજરે દોષયુક્ત જણાય તે તે માટે આપ સર્વની—ખાસ કરી મેાટી બહેન સુજ્યેષ્ઠાની ક્ષમા ચાહી આ બનાવ પાછળ જે સત્ય છુપાયું છે તે નિમ્ન શબ્દોમાં રજૂ કરું છુ