________________
ચેડા મહારાજા :
[૪૩] હેવાલ માતુશ્રી ચેલણાના પત્રમાંથી મળશે. મારે આપશ્રીને એક જ વાત વિદિત કરવાની છે કે આ સારા ય બનાવમાં મેં જે કે પ્રત્યક્ષપણે ભાગ લીધો નથી, છતાં સાચી રીતે એને કરે હું જ છું, એટલે એમાં જે કંઈ દોષયુક્ત જણાય તેની જવાબદારી મારે શિર આવે છે; પણ મારી દષ્ટિએ મારું કાર્ય મને તો નિર્દોષ જણાય છે. એક તરફ પરમાત્મા શ્રીવર્ધમાનના આપ જેવા અનન્ય ઉપાસકને કુલીનતાના આંકડા મૂકતા જોયા, બીજી તરફ કુમારી સુણાના કલામય ચિત્રદ્વારા પિતાશ્રીને વિહળ બનેલા નિરખ્યા. વીતરાગના અદના સેવક તરિકે આ વિરુદ્ધ દિશામાં ગતિવંત થયેલો પ્રવાહ સાંધવામાં મને યુદ્ધ અને એની પાછળ હજારનો રક્તપાત વાસ્તવિક ન લાગે. વળી પિતાશ્રીનો પ્રેમ બળવત્તર હોય, છતાં જે સુયેષ્ઠા પોતે પસંદ ન કરતી હોય તો પિતાશ્રીની લગની એકપક્ષી લેખાય અને નૈતિક ધોરણે પણ નકામી ગણાય. એ સર્વનો ઉકેલ આણવા આપના પાટનગરમાં-આપના જ મહેલની સમીપમાં-સગંધિકના સ્વાંગમાં હું એક જાણીતા વેપારી તરીકે વસ્યા. આપની પુત્રી સુષ્ઠાકુમારીનું દાસી મારફતે મન પારખ્યું અને તેની સંમતિપૂર્વક ઉભય પ્રેમીઓનો મેળાપ થાય, રક્તનું ટીપું પડે નહીં, વૈર ઉદ્દભવે નહીં-એવા ઉમદા દષ્ટિબિન્દુથી કળથી કામ લીધું. સુરંગની ચીજના નિર્માતા હું જ છું. પ્રચ્છન્નપણે કામ કરવાના ગુન્હા બદલ નસિયત મને જ થવી ઘટે. સુજ્યેષ્ટાકુમારીને મેં નજરે જોયાં નથી, છતાં તેમનું ચિત્ર તો હું પિતાશ્રી પાસેથી લાવ્યો હતો; પણ ચેલણાકુમારીને તો મેં નજરે જોયાં, એટલે ઉભયના ચહેરામાં એટલું બધું મળતાપણું છે કે ભલભલો ચતુર પણ ભૂલામણીમાં પડી જાય. આ કિસ્સામાં પણ તેવું જ બનવા પામ્યું છે. ગોઠવણ પ્રમાણે કાર્ય જલદી અને વખતસર ઉકેલવાનું હતું. જો કે એ મુજબ ઉભય પક્ષેએ કામ કર્યું, પણ સુઝાકુમારીનું અલંકાર લેવાના