________________
[ ૪૦૨]
પ્રભાવિક પુ : થઈ ગયો. મારે એમાં સુકૃતસંખ્યા વધારી ઉમેરે કરવો જરૂરી છે. પ્રભુદેશનાને પણ એ જ વનિ છે. આમ આંતરિક વિચારણામાંથી જાગૃત થઈ અનુચરને આજ્ઞા આપી કે-“મધ્યાહ્ન પછી, ભજનકાર્યથી પરવાર્યા બાદ ડેક આરામ લઈને, તેમને અંતઃપુરના મસલતગૃહમાં તેડી લાવજે.” - જ્યાં ભાણા પર બેસી આ સમાચાર ચેટક ભૂપ, સતી દેવીને જણાવે છે ત્યાં સંગ્રામનો ભય નષ્ટ થવાની જાણે પૂર્વથી જ આગાહી ન થઈ હોય તેમ એમણે કહ્યું કે-“મહારાજ ! હું તે શરૂઆતથી કહેતી આવી છું કે આ બનાવ પાછળ રક્ત સરિતા વહેવડાવવાનું કંઈ જ પ્રયોજન નથી.”
ભેજનકાર્યથી પરવારી, જરૂરી આરામ લઈ, જ્યાં મહારાજા મહારાષ્ટ્ર સહિત મસલતગૃહમાં પધારે છે ત્યાં ચેપદાર મગધથી આવેલ અતિથિને માનપૂર્વક હાજર કરે છે. એ દંડવત્ પ્રણામ કરી, હસ્ત જેડી પોતે આણેલ સંદેશ–પત્ર મહારાજા ચેટક સમક્ષ રજૂ કરે છે.
( પત્ર ૧. “જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવના પરમ ઉપાસક, ગણરાજ્યનભેમણિ વિશાલાપતિ મહારાજા ચેટકરાજની સેવામાં. મગધ દેશના પાટનગર રાજગૃહીના સ્વામી ભંભાસારના પુત્ર અભયના હાર્દિક નમસ્કાર.
આપશ્રી સાથે પ્રત્યક્ષ પરિચય નથી. પત્રથી મળવાનો પણ આ પ્રથમ પ્રયાસ છે અને તે સકારણ છે. જેને આપ સહિત જનતાને મોટે ભાગે એક અપહરણ માને છે એ ખરી રીતે અપહરણ નથી, પણ એક પ્રણય-કિસ્સો છે અને ધર્મ—નીતિના કાંટે તળવામાં આવે કે ક્ષાત્રધર્મના નિયમ પ્રમાણે ચકાસી જેવામાં આવે તો એમાં અજુગતું કંઈ જ નથી. એને સવિસ્તર