________________
[ ૩૮૨ ]
પ્રભાવિક પુરુષો : સુધી એ કલેવરના ઢગને ખસેડવામાં ન આવે ત્યાં લગી ગમે તેવો પ્રબળ સૈનિક પણ સરળતાથી કૂચ કરી ન શકે. એ જોઈ મને કંઈક ધીરજ વળી. આપસાહેબને આપની હદમાં પહોં. ચવાને કંઈક વધુ સમય મળશે એ વાતથી આનંદ છે. મેં મારી મજલ પુનઃ શરૂ કરી અને આપની સન્મુખ એ દુ:ખદ સમાચાર પહોંચાડવા ઉપસ્થિત થયે.”
આ સાંભળી મહારાજા શ્રેણિકને ભારે દુઃખ થયું. પિતાના પ્રિય એવા બત્રીશે કસાયેલા અંગરક્ષકે આમ સ્વાહા થઈ જશે એવો સ્વને પણ એમને ખ્યાલ નહોતો. સૈનિકને આરામ લેવાની આજ્ઞા આપી અને અભયકુમાર તરફ દષ્ટિ નાખતાં તેમનાથી સહસા બેલાઈ ગયું–
અભય! આ તો અણધારી બની ગઈ ! સારથીભાય સુલસાને એક પણ વારસ જીવતો ન રહ્યો ! તેણીને હું મુખ પણ કઈ રીતે બતાવી શકીશ? ”
મહારાજ ! ગઈ વાતને શોક કરે વૃથા છે. આખરે તો ભવિતવ્યતા બળવાન છે. આ સર્વ હકીકત જાણ્યા પછી સારી ય ગૂંચનો ઉકેલ આવી જાય છે. સુચેષ્ટા કરાર મુજબ પ્રચ્છન્નપણે આપની સહ આવવા ઉત્સુક હતી, એમાં ચેલણ અચાનક સાથે થવાથી તેણીને થાપ આપવા જ અલંકારના ડાબડાનું મિષ ઊભું કર્યું. આપ તેમ જ ચેલણ એ ભાવ ન સમજી શકયા. વળી આપ તે “ઉભય ભગિનીઓ છે કિંવા ડાબડે લેવા ગઈ એ સુયેષ્ઠા હતી અને ઊભી હતી એ ચેલણા છે” એવા ભેદ પણ ન જાણતા હોવાથી શત્રુના ઘરમાં વધુ સમય ન રહેવું એવા ઉદ્દેશથી ઊતાવળા થયા અને રથ હંકારી મૂકાવ્યો. પછી પ્રેયસી સુચેષ્ઠા ત્યાં આવી. એની ધારણા હશે કે પોતાની પાછળ ચેલણા આવશે. એમાં એ નાસીપાસ થઈ, પણ આવીને જોયું કે આપ તો ચેલણુ સહ વિદાય થઈ ગયા છો એટલે પ્રેમ, સહજ અસૂયામાં