________________
ચેડા મહારાજા :
[૩૯] અને આખરી અંજામ શત્રુતાના સર્વનાશમાં જ આવે છે. અમારે ધોરી માર્ગ આ જ છે. એના પરિણામ ચક્ષુ સામે છે.
અસ્ત્ર-શસ્ત્રો કે સંહારને જલ્દી નોતરે એવા સરંજામેથી અન્ય પર સ્વવર્ચસ્વ સ્થાપવું એ બીજો માર્ગ. અલબત્ત, એ માટેના કારણોમાં ન્યાય-અન્યાયની તરતમતા રહેલી હોય છે. એ પરથી જ પ્રથમ કસુર કોની છે એના મૂલ્ય અંકાય છે. એમાં બળીયાના બે ભાગ” ની નીતિ કારગત નિવડે છે. એક વાર સામાને શત્રુ માન્ય કે પછી એની સામે વૈરવૃત્તિ જોરશોરથી ભભૂકી ઊઠે છે અને ગમે તે રીતે એને બદલો લેવાની લાલસા વધુ ને વધુ તીવ્ર બને છે. એ વેળા પિગલિક લાભ અને બાહ્ય સાધન પર નજર વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી આત્માના સ્વાભાવિક ગુણે પ્રતિ કે આત્મિક કલ્યાણ પ્રતિ નજર જતી જ નથી.
“જનતાનો મોટો ભાગ વૈરને પ્રતિશોધ કરવામાં પાછલા માર્ગનું જ અવલંબન ગ્રહે છે. એટલે આપણી સામે જુદા જુદા રાજ્યોને રણસંગ્રામના નાદમાં મશગૂલ બનેલા જોઈએ છીએ, એ પાછળ હિંસા રાક્ષસીને ભેગ કેવો વિશાળ છે એ જોવાની ભાગ્યે જ કોઈ તસ્દી લે છે ! સન્તોદ્વારા પ્રાપ્ત થયેલ ઉપદેશ પણ અભરાઈ પર ચઢાવાય છે અને કયાં તે પોતાને ટેક કિવા પોતાના કાર્ય પાછળ કલ્પી લીધેલ ન્યાય આગળ ધરાય છે. એ વેળા સત્ય અને અહિંસાથી કામ લેવાનું સંસારના મોટા ભાગને સૂઝતું જ નથી. બીજી બાજુ જે સન્તોએ પોતાના જીવનમાં એ અમૂલ્ય ગુણ કેળવ્યા હોય છે એ દુન્યવી લાલે કે સંસારી જંજાળોથી અલિપ્ત હાઈ, પારલૌકિક કલ્યાણમાં લીન બનેલા હોવાથી, ઘડીએ ઘડીએ ઊભા થતા આ જાતના બખેડા પ્રતિ મીંટ સરખી માંડતા નથી. છતાં હિસાયજ્ઞને સ્વઉપદેશ-વારિથી બુઝાવી દીધાના દાખલાઓ પણ નોંધાયા તો છે જ.”