________________
ચેડા મહારાજા :
[ ૩૯૭ ] પણ આ રોજના અનુભવની વાત તીર્થંકર પ્રભુના મુખથી જ્યારે પ્રગટ થાય છે ત્યારે એવા ગુઢ હૃદયે પણ ભેદાય છે કે ઘડીભર નામ સાંભળતાં અજાયબી ઉપજે. દઢપ્રહારી કે અજુનમાળીના દષ્ટાન્તો જગજાહેર છે, પણ દૂર શા સારુ જવું ? પરમાત્માની વાણીની પૂર્ણાહૂતિ થતાં જ જે સંખ્યાબંધ આત્માઓએ સંયમને રાહ લેવા નિશ્ચય જાહેર કર્યો એમાં કથાનાયિકા સુચેષ્ટા અગ્રસ્થાને હતી.
વાચકને ઘડીભર વિસ્મય થશે કે હજુ એને પ્રેમરસ તો સુકાયો નથી, એમાં નિરાશા પ્રાપ્ત થતાં એ પાવકરૂપે ભભૂકી ઊડ્યો અને શ્રેણિક સાથે સંગ્રામ થ જ જોઈએ એવી, જોરદાર દલીલ પણ તેણીએ જ કરી હતી, એ પાછળ વૈરવૃત્તિનું શમન છુપાયું હતું પણ સર્વજ્ઞની અમૃત દેશનાએ એ બધા પર ઠંડું પાણી ઢન્યું.
જેમ પ્રભુ શ્રી રીખવદેવે ભરતચક્રના સ્વામીત્વ સામે માથું ઉપાડવું કે શું કરવું એવી સલાહ લેવા આવેલ અઠ્ઠાણુ પુત્રોને એ રાજ્ય અને એ સંસારના સુખોની અસ્થિરતા-ક્ષણભંગુરતા સમજાવી સાચી શાન્તિ–ખરું સુખ શમણુજીવનમાં બતાવ્યું હતું તેમ પરમાત્મા શ્રી વીરે પોતાની દેશનામાં સાંસારિક સ્નેહ કિવા પતિ-પત્નીના પ્રેમની આપાતરમણીયતા પાછળ કેવી દુ:ખદાયક દશા ડોકિયા કરી રહેલી છે એને હૃદયંગમ ચિતાર આપી શાશ્વત
નેહ ધરવાનું એકમાત્ર સ્થાન શિવસુન્દરીનું ગૃહ છે એ વાત પર ભાર મૂક્યો હતો. પ્રત્યેક આત્માને એની સોબત કરવામાં લેશમાત્ર ગુમાવવાનું નથી પણ એથી કાયમને માટે ભવભ્રમણ ટળી જવાનું હોવાથી એકાંત નફે જ છે. એની સાથેની પ્રીતિ સાદિ અનંત ભાગે થતી હોવાથી ધ્રુવ સમ નિશ્ચળ ને અફર છે. આવા અપ્રતિમ પ્રેમની સાથે માનવપ્રેમની સરખામણુ કેવી? આ યુક્તિપુરસ્સરને બેધ સુજ્યેષ્ઠાના અંતરમાં સ્થાન કરે