________________
[ ૩૯૬ ]
પ્રભાવિક પુરુષો : देवा दैवीम् नरा नारीम् , शबराश्चापि शावरीम् । तिर्यंचोऽपि हि तैरश्चीम् , मेनिरे भगवद्गीरम् ।।
એ વાણુને અતિશય પણ કેવો ! દેવતાઓ જાણે કે પ્રભુ અમારી દેવી વાણીમાં બધ આપે છે. તેવી જ રીતે મનુષ્યોને માનવી, ભીલોને પોતાની ભલી વાણીને અનુભવ થાય; અને તિર્યંચે પોતાની પશુની ભાષા સમજે. એનું તાત્પર્ય એટલું જ કે એ ગીરામાં અગાંભીર્યની આશ્ચર્યકારી જમાવટ હોય. શબ્દગૂંથણી પણ અલૌકિક હોય કે જેથી એના અર્થ જુદા જુદા પ્રકારે થઈ શકે. દાખલા તરીકે “જે નથિ’ એટલા ઉચ્ચાર પરથી એક ભીલે પોતાની ત્રણ ભાર્યાઓના સવાલને ઉત્તર આપ્યો હતો. દરેકે પોતાની માગણીને અનુરૂપ અર્થ કેવલ “શર” શબ્દમાંથી ઉપજાવી લીધો હતો. તીર્થંકર પરમાત્માની વાણીને મહિમા અવર્ણનીય છે. એના પ્રત્યેક વર્ણમાં ગાઢા કર્મપુજને ભેદી નાંખી વિશિષ્ટ જ્ઞાનકિરણને પ્રવેશ કરાવવાની અમાપ તાકાત ભરી છે, તેથી તો શ્રવણ કરતાં હજારો આત્માને કલ્યાણપંથ ઊઘડે છે. ભલભલા દારુણ કાર્ય કરનારા, તીવ્રતમ પાપ આચરનારા, અરે ! મોટી એવી ચાર હત્યાના કરનારા પણ એ ઉપદેશરૂપી સલિલમાં પૂર્ણપણે સ્નાન કરી શુદ્ધ થઈ ગયા છે. गृहं सुहृत् पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभो । कुर्वाण इत्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वम् व्रजतीह जन्तुः॥
આ નાનકડા લેકનો ભાવ સમજવો મુશ્કેલ નથી. ઘર, મિત્ર, પુત્ર, દારા આદિ સ્વજનેને, ધાન્ય, ધન અને વ્યાપારના લાભને ત્યજી દઈને અવશ્ય એક વાર જવાનું છે, એવું એ સર્વની આળપંપાળમાં પડેલો આત્મા નથી જાણતો ! એ આત્માને કેણ સમજાવે કે મીસ્ટને રચનયો: નદિ લિરિસ્તિ !” અર્થાત્ “આંખો મીંચાઈ ગઈ કે તારું કંઈ જ નથી.” અથવા તે આ સંસાર એ તો મુસાફરખાનું છે.