________________
[ ૩૯૮ ]
પ્રભાવિક પુરુષો : એમાં નવાઈ જેવું કંઈ જ નથી. મનથી જેને સ્વામી તરિકે કપેલ તેના સંબંધમાં નિરાશા પ્રાપ્ત થતાં આજીવન કમાય ધરવાનું તેનું “પણ” હતું જ એમાં પ્રભુની વાણીએ પ્રેત્સાહન આપી પવિત્ર રાહ બતાવ્યો એટલે અંતરદ્વાર આપેઆપ ખુલી ગયું. '
એકાંત જોઈ ચેટકરાજે શ્રી વર્ધમાનસ્વામીને પ્રશ્ન કર્યો કે-“ત્રિલેકના નાથ ! મારી સંગ્રામરીના અંગભૂત પુત્રી ચારિત્રને આશ્રય લે છે. એની માતા લડાઈ કરવામાં પ્રથમથી જ વિરુદ્ધ છે છતાં સાચા ક્ષત્રિયવટને શોભે તેવો માર્ગ સંગ્રામ સિવાય મને બીજે જડતો નથી. જો કે અંતરમાં ઊંડે ઊંડે એ નાદ ઊઠે છે તે ખરે કે “અહંત ધર્મમાં સ્વમીના સગપણ જેવું બીજું કોઈ સગપણ નથી” ત્યારે હું એ જ ધર્મના ચુસ્ત ઉપાસક તરિકે અન્ય સંબંધને બાજુ પર મૂકી કેવલ એ સ્વધર્મી બંધુત્વના નાતાથી વિચાર કરું છું તો મને લાગે છે કે મગધરાજ સાથે મારે યુદ્ધ કરવું યુક્ત નથી, કેમકે તે સ્વામીભાઈની કોટિમાં આવે છે. તો પછી ક્ષાત્રવૃત્તિ સંરક્ષવાનો અન્ય કંઈ માર્ગ છે ખરે? ”
રાજન ! પુરાતનકાળથી બે માર્ગે ચાલ્યા આવે છે. એક પ્રેમને અને બીજો બળજબરીનો. જેમ સંસારની આદિ નથી તેમ આ માર્ગોની પણ આદિ નથી. સામાને પ્રેમના માર્ગે જીતવો હોય છે તે એના સાધનામાં કઈ બાહ્ય શસ્ત્રોની જરૂર નથી પડતી. અહિંસા, સત્ય, પ્રામાણિકતા જેવા વિશિષ્ટ ગુણાની ખીલવણીની અગત્ય રહે છે અને એનું પોતાના જીવનમાં યથાર્થ પાલન કરવામાં આવે ત્યારે જ, આમામાં કોઈ એવી અપૂર્વ શક્તિ આવે છે કે જેની અસર સમાગમમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પર થાય છે. પછી ચાહે તો તે મિત્ર હાય યા શત્રુ હોય. એ ગુણાથી ઓતપ્રોત થનાર વિભૂતિને કઈ વૈરી હોતે જ નથી એટલે એ પ્રત્યે શત્રુતા ધરનારના હૃદય આપોઆપ ભેદાય છે