________________
[ ૩૯૨ ]
પ્રભાવિક પુરુષો : અંગજા આમંત્રણ કરે અને એ સ્વીકારી લઈ સામે પુરુષ ક્ષત્રીયવટના કાનૂન અનુસાર પગલું ભરે એમાં એ દોષ સેવે છે અથવા તે ભૂલ કરે છે એમ ન જ કહી શકાય. ”
ચેટકનરેશ-“આશ્ચર્ય ! અતિ આશ્ચર્ય!! એક જ વિષય પરત્વે મા-દીકરીના દષ્ટિબિન્દુઓ તદ્દન અનોખા! એમાં જમીન આસમાન જેટલો ફરક ! પુત્રી સંગ્રામને આગ્રહ કરે છે અને માતા એથી હાથ ધોઈ નાંખવાની સલાહ આપે છે ! વિશાલાના સ્વામીની આંખમાં ધૂળ નાખી, ખરે બપોરે એની કુંવરીનું એક સામ્રાજ્યવાદી માનસ ધરાવતો નૃપ હરણ કરી જાય એ કાર્યને એક ગણરાજ્યને આગેવાન ઠંડી નજરે ચલાવી લે એમાં એની શોભા છે કે અપકીર્તિ છે એને કંઈ વિચાર કર્યો?”
સુચેષ્ટા–“માતુશ્રી! તમારા સરખી શ્રી ક્ષત્રિયાણ આજે આવી ભૂલ કેમ કરે છે? આમંત્રણ ભલે કબૂલ રાખીએ તો પણ તે એક સાચા પ્રેમીને એની સાચી માશુક તરફથી કરેલું હતું. એનો અર્થ એ નથી થતો કે માશુકને બદલે અન્યને લઈ જલદીથી ભાગી જવું ! મને એમાં પ્રેમની જમાવટ કરતાં સૌન્દર્યવાસના જ તરવરી રહેલી દેખાય છે. એવાને તો હાથે બતાવો ઘટે. વળી ચેલણાની ઈચ્છા વિના એ લઈ ગયે તે તેણુને છોડાવી લાવવાને પિતાજીને ધર્મ ખરે કે નહિં?”
મહાસતી–“પુત્રી ! તું પ્રેમમાં ભગ્નઆશાવંતી હોવાથી તારું મન આજે નિર્મળ નથી. તેથી તારી દલીલમાં સત્યની ઝાંખીને બદલે વેરની રેખા છવાયેલી છે. તારા અને ચેલણાના ચહેરાઓનું સામ્ય ભલભલાને ભૂલાવે તેવું છે એટલે તું જેમાં સાચા પ્રેમની ખામી જુવે છે તેમાં હું ભૂલામણી થયાનું ધારું છું. બાકી જીગરના સ્નેહ વિના સિંહની બોડમાં હાથ નાંખવાનું