________________
[૩૯૦ ]
પ્રભાવિક પુરુષ : સુચેષ્ટા–“જ્યારથી મગધરાજની માગણી પાછી ઠેલાણી અને વહાલી માતા તમે એ સ્થળ ત્યજી દઈ કોઈ અન્ય રાજવીની વિચારણા કરવાની સલાહ આપી ત્યારથી મેં એ વાત મનમાંથી કાઢી નાખવા ઘણે પ્રયાસ સેવ્યો, પણ મારા હૃદયમાંથી એ વાત નામશેષ ન થઈ. એવામાં એક પરદેશી સગંધિકદ્વારા મગધના સ્વામીની છબી મને પ્રાપ્ત થઈ એટલે પુન: પેલી પ્રેમવાર્તાએ વધુ જોર પકડયું. મનમાં એક જ નિશ્ચય થયો કે વરવું તો મગધરાજને. દાસી સુવેગા મારફતે આ ઈરાદે સગંધિકને કાને પહોંચાડ્યો એટલું જ નહિ પણ તેને આગ્રહ પણ કર્યો કે “કઈ પણ હિસાબે આ ચોકડું જોડી આપવું.” ત્યારપછી સૌગંધિક તરફથી જે જાતની મદદ માગવામાં આવી તે મેં બેધડક સુવેગા મારફતે અપાવી. મારી લાગવગથી જ બાગરક્ષકે એક કરતાં વધુ વાર એ મહાશયને બાગમાં પ્રવેશ કરવા દઈ, તેના ભિન્ન ભિન્ન ભાગેનું બારિકાઈથી અવલોકન કરવા દીધું. “મગધેશે આવી મને લઈ જવી અને તે કાર્ય ગુપ્તપણે કરવું” એ મારું કહેણ હોવાથી સુરંગનો પ્રબંધ થયેલે. એની પાછળ મારો ઈરાદે એક જ હતો કે મારા પિતાશ્રીને જે વસ્તુ પસંદ નથી, છતાં મને જે પ્રાણથી અધિક પ્રિય છે એ કરવી તો ખરી પણ તેમાં અન્ય કેદની આહુતિ ન અપાય, તેમજ કુળને ક્ષતિ ન પહોંચે તેવી રીતે એ વાત પાર ઉતારવી. સગંધિક તરફથી ત્રણ દિવસ પૂર્વે નિશ્ચિત સમયના પ્રયાણની વરધી મને મળી ચૂકી, તે પણ અહીંથી ઉઠાવગીરી કરી ચૂક્યો અને જે ચેલણ અચાનક મારી સાથે ન થઈ હોત તો હું પણ લેહીનું એક ટીપું પડવા દીધા વગર પ્રચ્છન્નપણે રાજગૃહીમાં પહોંચી ગઈ હત. મારી સાથે થયેલી ચેલણને થાપ આપવા હું અલકારની મંજૂષા લેવાને બહાને પાછી ફરી. મારી ધારણા હતી કે ચેલણ પણ મારી સાથે પાછી ફરશે પણ તેમ ન બન્યું અને