________________
ચેડા મહારાજ :
[૩૪] સાહસ થઈ શકે જ નહીં. વળી સંપૂર્ણ ખ્યાન પરથી સગંધિકનું પાત્ર મને કઈ ભારે અક્કલમંદ જણાય છે. અહિંસાધર્મને તે ઉપાસક હોવો જ જોઈએ એવું મારું અનુમાન છે, કેમકે તેની આખી જનામાં કાર્યસિદ્ધિ થાય, વિખવાદ ન વધે અને મારામારીથી દૂર રહેવાય તેવી સંકલના કરાયેલી છે. જે વ્યક્તિએ તારી દાસી સુવેગાના વચન ઉપર વિશ્વાસ રાખી આટલી હદે ચણતર ચણ્યું તે ચેલણની મરજી વિના તેને બળજબરીથી લઈ જવાની સલાહ ન જ આપે. પ્રામાણિકતા આગળ શત્રુતા કે મિત્રતા જેવું રહેતું જ નથી.
___ न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः।
એ એવા પુરુષોનું લક્ષ્યબિન્દુ હોય છે, તેથી મારી ખાસ સલાહ છે કે ચેલણ તરફના સમાચારની રાહ જોવી. મારું અંતર તો એમ જ કહે છે કે ચેલણાને એની ઈચ્છા વિના કઈ પિતાની મહોરદાર બનાવી શકે તેમ છે જ નહીં.”
ચેટકનરેશ–“મહાસતી ! સાચે જ તમારામાં નામ પ્રમાણે ગુણે છે. સર્વ વિષયને નિર્મળ દૃષ્ટિથી જોવાની ને ન્યાયપુરસ્સર છણવાની તમારી શક્તિ પ્રશંસનીય છે. કેટલાક દિવસેને માનસિક બેજે આજે મારા મગજમાંથી હળવો થઈ ગયો છે. વાતનું પ્રકાશન એટલું ખુલ્લું થયેલું છે કે નથી તો એમાં કુંવરીની ગુન્હેગારી રહેતી કે નથી તે કુળને ઝાંખપ લાગતી; ફક્ત; આ બનાવ એક ક્ષત્રિયહુદય મનપણે કેમ ચલાવી લઈ શકે ? એ વાત ડંખતી હોવાથી યુદ્ધનો પ્રસ્તાવ હું પડતો નથી મૂકી શકતો.”
આ પ્રમાણે વાત ચાલી રહી છે ત્યાં તો એક અનુચરે ખબર આપી કે “ઉદ્યાનપાલકે મેકલેલો સંદેશ લઈ એક દૂત આવ્યે છે. મહારાજને મળવાની એ આજ્ઞા ચાહે છે.”