________________
[૩૮૮]
પ્રભાવિક પુરુષ : જઈ, નીતિવેત્તાઓની વ્યાખ્યા પ્રમાણે વાર્યેષુ મંત્રી વજાપુ
.સમયા ધરિત્રીને પાઠ ભજવો. યુવાન પુત્રીનું હૃદય ડંખ ન પામે અને વાતનું રહસ્ય મળે તેવા રસ્તે . એ બાબતમાં તમે પૂરેપૂરા દક્ષ છો.”
“સ્વામિન! એમાં સહકાર આપવો એ મારે પ્રથમ ધર્મ છે, પણ ગુપ્તચરની બાતમીને મને કંઈક ખ્યાલ મળે ત્યારે જ એ બની શકે. પુન: કહું છું કે આ બનાવના સંબંધમાં હું સંપૂર્ણ અજ્ઞાત છું.” ચેટકરાજે શાંતિપૂર્વક તપાસને સાર કહેવા માંડે.
ચેલણાના અપહરણની વાત કાને આવતાં જ મેં સેનાપતિને દોડાવ્ય. બગીચામાં પ્રવેશી, સુષ્ઠાના અંગુલીનિર્દેશ પ્રમાણે તેણે સુરંગમાં સત્વર ડગલાં ભર્યા. આશ્ચર્યની વાત તો એ બની કે એના એક જ તીરે દેટ મૂકી રહેલા બધા અંગરક્ષકોના બદન વીંધી નાખ્યા અને તે સર્વ ચત્તાપાટ ભૂમિ પર ઢળી પડ્યા. પાસે જઈ એક શબને ખસેડી આગળ વધવાનો રસ્તો કરે ત્યાં સામે તેવી જ રીતે બીજા અંગરક્ષકના શબ પડેલાં. એનું તીર ચોકસ એકની જ છાતીમાં ગયું છતાં આશ્ચર્યની વાત એ બની કે સંખ્યાબંધ અંગરક્ષકો પંચત્વ પામેલા અને સુરંગને સાંકડે માર્ગ એવો અવરોધાયેલ કે એક ડગલું પણ આગળ ન વધી શકાય. શત્રુને પકડી પાડવાની બાજી હાથમાંથી સરી ગઈ. નાઈલાજે એ પાછો ફર્યો. બીજા દિવસથી મેં એની પાછળની છુપી તપાસ એક તરફ શરૂ કરી ને બીજી તરફ મગધ પર ચઢાઈ કરવાના પયગામ પાઠવ્યા. જુદા જુદા પ્રદેશમાંથી સૈન્યની ભરતી થવા માંડી. આજે તપાસના છૂટા હેવાલમાં એકાએક સુજ્યેષ્ઠા અને એની દાસી સુગાના નામ મુદ્દાસર રજૂ થયાં કે જેથી મારે દિમાગ ફરી ગયો. મારા અંત:પુરનો હાથ આ કાર્યમાં જોઈ મન ઉત્તેજિત બન્યું અને હું સત્વર અહીં આવી પહોંચ્યો.”
૧ એ બાણ ચેડા મહારાજાનું કહેવામાં આવે છે. ૨ મગજ.