________________
ચેડા મહારાજા : : :
[ ૩૮૫] મસલતગૃહમાં બેઠક લઈ, તરત જ મહારાણીને બોલાવી લાવવા ચેટીને આજ્ઞા કરી. જ્યારથી ચેલણનું અપહરણ થયું ત્યારથી અંત:પુરનું વાતાવરણ પણ સંક્ષુબ્ધ બન્યું હતું. જાતજાતની ચર્ચાઓ ઊઠતી. સેના મન પર ગમગીની છવાઈ ગઈ હતી. સુત્યેષ્ઠા તરફ-એની દક્ષતા તરફ–સોની આંખ વળતી. વધુ જાણવા સારુ અત્યારે પૂર્વે તેણીને ઓછા પ્રશ્નો નહાતા પૂછાયા.
આજે એકાએક મહારાજાનાં પગલાં આ સમયે પડતાં જ કંઈ નવા-જૂની થવાની આશંકા થવાથી દોડધામ વધી પડી. મહારાણું આવી ગયા. વિરામાસન પર બેસી મહારાજાને બોલાવવાનું કારણ પૂછે ત્યાર પહેલાં ખૂદ રાજવીએ જ ઉત્તેજિત સ્વરે ઉપાલંભ આપવાના ભાવથી જણાવ્યું–
“આટઆટલી નુક્તચીની થયા છતાં, આખરે નજર મગધ તરફ જ વળીને? જગતની આંખે જે અપહરણ મનાય છે તે ખરું જોતાં-મળેલી બાતમીના સાંધા જેડતાં–અપહરણ નથી પણ તમારી વહાલી પુત્રીને પ્રેમકિસ્સો છે.”
મહારાજ ! તમારા સરખા ધર્મજ્ઞ આ બનાવ પાછળ આટલી બધી ઉત્કંઠા કેમ ધરાવે છે એ જ મને નથી સમજાતું. ટિવિતમ ઢાટે, પ્રોનિલ્સનું : રામર્થ?” અથવા તો “વિધિવ રદ્દીકરી' જેવાં નીતિકારનાં વચનો પર આપને શ્રદ્ધા નથી બેસતી? પુરુષાર્થ મર્યાદિત હદ સુધી કામ લાગે છે, આખરી સત્તા તે ભાગ્યદેવીને હસ્તમાં જ સોંપાયેલી છે. તે વિના “વનદ્વત્તાનોsfપ, રામ પ્રáાતો ને ” જેવું આશ્ચર્ય સંભવી શકત? ચક્ષુ સામેના બનાવથી નિશ્ચિત કરી લે કે “વિધિવ તાન વદતિ ચાર પુમાન જૈવ ચિંતતા” અર્થાત્ વિધિ તે કરે છે કે જે પુરુષ ચિંતવી પણ શકતો નથી. એટલે માનવીના આરંભ્યા અધવચ રહે છે અને દેવ કરે તે થાય છે. ”
૨૫