________________
[૩૮૪]
પ્રભાવિક પુરુષો : નહોતું ઉદ્દભવ્યું. પિતાની નજર હેઠળ ખરે બપોરે એક નૃપ, ગણત્રીના અંગરક્ષકે સાથે આવી ચેલણાને ઉઠાવી જાય ! પોતે તેને પીછો પણ ન પકડી શકે ! અરે ! આ જાતની સુરંગ થઈ તેની ગંધ સરખી પણ પિતાને ન આવે ! એ આશ્ચર્ય.
આવા વિચારને અંતે મગધેશની હિંમત માટે માન છૂટતું તેમ આવી સુરંગ તૈયાર કરાવનારની પ્રજ્ઞા પર મન આફરીન પોકારતું. આમ છતાં આ કડવો ઘૂંટડે ગળી જવાય તેમ નહોતું. ક્ષાત્રત્વને લાંછન લાગે તે બનાવ બની ગયે હતો. પોતે સામ્રાજ્યવાદને વિરોધી હાઈ, સંગ્રામલાલસુ ન હોવા છતાં, કેવળ સ્વમાનના રક્ષણ અર્થે આ જાતના અપમાનને પ્રતિરોધ યુદ્ધ ખેડીને કર્યા સિવાય પોતાને ચાલે તેમ નહોતું. તેથી અહિંસા ધર્મનો પ્રખર ઉપાસક હોવા છતાં, રાજધમ–ક્ષત્રિયવટના સંરક્ષણ અર્થે મગધ પર ચઢાઈ લઈ જવાનો આદેશ અપાઈ ચૂક્યા, તૈયારીઓ પૂરી થવા આવી. તેમાં જે કાંઈ ઢીલ થઈ તે એક જ મુદ્દાની ચોખવટ કરવાના હેતુથી અને તે એ જ કે આ બનાવની પાછળ વૈશાલીની પ્રજામાંથી કિંવા અંત:પુરના નારીવૃંદમાંથી કેઈને છુપો દોરીસંચાર તો નહતો ને ? આટલું સાહસ પ્રથમની ગોઠવણ વિના શક્ય નહોતું જ ! આ જાતની તૈયારી એ કંઈ બે-ચાર ઘડીનું કાર્ય ન સંભવી શકે. એની પાછળ સંખ્યાબંધ રાતદિવસના ઉજાગરા અને લાગણીવાળા અંતરની તીવ્ર મહેનત હોવી જોઈએ. કોઈ બુદ્ધિમાનની નજર અને વૈશાલીના વતનીના સહકાર વિના આ યાજના સંભવી જ ન શકે. મહારાજાના મસ્તિષ્કમાં ઘોળાઈ રહેલ આ સંશય તદ્દન નિર્મૂળ ન હતો એમ વાચક તે સારી રીતે સમજે છે. પણ ગુપ્તચરેએ મેળવેલી હકીકતે પરથી એના કેટલાક આંકડા મેળવવાનો સુયોગ આજે મહારાજાને સાંપડતાં તેઓશ્રી રાજકાર્યને જલદી આપી એકાએક અંતઃપુરમાં આવી પહોંચ્યા.