________________
ચેડા મહારાજા : .
[૩૭૭] પહોંચે. મનહર આંબાવાડીઆમાં થોડા થોડા અંતરે પાંચ સાત તંબુઓ તાણેલા છે. એમાંના એકમાંથી એક પ્રોઢ પુરુષ રથના અશ્વોના ખાંખારા ને પૈડાંના રણકાર સાંભળી તરત જ દેડી આવ્યો. રથમાંથી મહારાજે બહાર મસ્તક કાઢી, નજર કરતાં જ એને ઓળખી લઈને સવાલ – “કોણ અભય કે?”
હા, મહારાજ! આપનું કાર્ય નિર્વિને સિદ્ધ થયું ને ?” એ પ્રશ્નનો ઉત્તર અદ્ધર રહ્યો.
સો કેઈ આ પોતાના રાજ્યને સલામતીવાળા પ્રદેશ હોવાથીભયનું કારણ ન રહેવાથી-વાહનને ત્યાગ કરી, આશાયેશ મેળવી માર્ગનો થાક ઉતારવાના કાર્યમાં રક્ત બન્યા.
મહારાજા શ્રેણિક, ચેલણ અને અભયરૂપ ત્રિપુટી એક સુંદર રીતે શણગારેલા સમિયાણું પ્રતિ વળી. અનુચરને ખાદ્ય સામગ્રી ને સ્વાદુ જળ ત્યાં સત્વર આણવાનો આદેશ મળે. આમ પૂર્ણિમાને કાર્યક્રમ એક રીતે સફળતાને વર્યો. ઉક્ત ત્રિપુટી સંધ્યાજનથી પરવારી વાર્તાલાપમાં આગળ વધે તે પૂર્વે જ આપણે ત્યાં પહોંચી જવાનું છે.
છેલ્લા અંકના અનુસંધાનમાં ઝાઝું કહેવાપણું નથી. સુરેગા ને સંગધિક મહાશય વચ્ચેના સંકેત પ્રમાણે જ પૂર્ણિમાના દિવસે મહારાજા શ્રેણિક થડા સેનિકો અને નાગ-સુલતાના બત્રીશ પુત્રો કે જે મહારાજાના ચુનંદા અંગરક્ષકો હતા તેમની સાથે સુરંગ માગેથી મધ્યાહ્ન થતાં જ વિશાળા નગરીની નિશ્ચિત થયેલી આરામવાટિકામાં ઉપસ્થિત થઈ ગયા. અંગરક્ષકોને રથની પાછળ રહેવાનું હોવાથી સત્વર તેઓ બહાર નીકળી વૃક્ષના આશ્રયે જુદા જુદા વૃદમાં વહેંચાઈ ગયા. દરમિયાન ચેટક