________________
ચેડા મહારાજા:
[ ૩૭૫ ]
જરૂર પહાંચી હાત. હું બીજા કશાથી અવાક્ અનુએ તે અસંભવિત છે પણ મને મૂ ઝવે છે-મૈાન સેવરાવે છે એમાં પ્રશ્ન તે એક જ છે કે જ્યારે આપ સરખા ધરણીપતિએ આવા મહાન્ સમારંભ સેવ્યો–કલ્પનામાં પણ ન આવે તેવી સામગ્રી તૈયાર કરી, અરે! એ સારું ભયંકર શત્રુના પાટનગરમાં ગણત્રીના રસાલા સાથે આવવાનુ જોખમ પણ ખેડયું; છતાં એ મધું જેને માટે કરવામાં આવ્યુ–જેના પ્રેમસંબંધમાં એ જાતના સાહસની હારમાળા રચાઇ તેને લીધા વગર આટલા ઋરિત પાછા કેમ ફર્યાં ? એ પાછળ અવશ્ય ક ંઇ ભેદ હેાવા જોઇએ. કાં તે એ પ્રેમનું ચણતર કાચે પાયે થયુ હાય અથવા તા પ્રેમ પાછળના અળિદાન કરતાં જીવન ભયમાં આવી પડવાની ભીતિ જોર કરતી હાય. જ્યાંસુધી આ ધૂંચને સાચા ઊકેલ ન થાય ત્યાંસુધી મહારાજ ! આપના આ જંગલના સ્વચ્છ વાયુ નથી તા મને તાજગી અપવાના કે નથી તા મારા હૃદયપટ પર છવાએલી શંકારૂપ મિલનતાને ઊડાડી એક ડગલું પણ આગળ જવાની પ્રેરણા પાવાને.
""
રાજપુત્રી ! તારું આ સભાષણ શ્રવણ કરી મને માથે ઝઝુમતા ભય વચ્ચે પણ અતિ આનંદ થયેા છે. તારી તર્ક બાજી સંસ્કારસંપન્ન માતાપિતાના સંતાનને શેાભે તેવી છે. વળી જે જાતનું આચરણ થયું છે એ જોતાં એક કુલીન રાજકુવરીને શંકા ઉઠાવવાનુ કારણ મળે એ પણ માન્યા વિના ચાલે તેમ નથી. છતાં એ સર્વનું નિરસન કરવા સારુ આ જગલ ચેાગ્ય સ્થાન ન ગણાય. પ્રેમના પાચેા ઢીલા છે કે નક્કર છે એ અનુભવે સમજાય. મેં પાવકની જ્વાળા સમજીને જ સિંહની એડમાં હાથ નાખ્યા છે. જેટલુ આશ્ચર્ય તને થયું છે. એથી અધિક મને પણ થયું છે. ઉતાવળ કરવામાં આવી નથી પણ એ રીતે કામ ઉકેલી લેવાને પૂર્વથી સંકેત કરાયેા હતેા. ઉભય પક્ષે એ
<<