________________
ચેડા મહારાજા :
[૩૭૩] એની ખબર રાજગૃહમાં પહોંચાડી. ઉપર જોયું તેમ સુગાદ્વારા સુષ્ઠાને એ સંબંધી તાકીદ પણ કરવામાં આવી.
સુવેગા આ આનંદના સમાચાર લઈ ઝટપટ અંત:પુરમાં પહોંચી અને સોગંધિકમહાશય પિતાનો વ્યવસાય સંકેલી ઉચાળા ભરવાના કાર્યમાં મશગૂલ બન્યા.
“સારથી! તેં ચપળતાથી, શીધ્ર ગતિએ રથ હાંકી લગભગ શત્રુના પ્રદેશમાંથી નિવિદને બહાર આણ્યા છે, એટલે હવે જરા રથ ભાવ. આ હરિણાક્ષી સુચેષ્ટા કે જે વેગ-ઉદ્વેગથી લગભગ અવાક બની ગઈ છે તેણીને જરા જંગલના વાયુથી તાજગી પ્રાપ્ત થવા દે.”
મહારાજ! આપ ઠગાયા છે. સારથીની કુશળતાથી આપ સુજ્યેષ્ઠાને બદલે એની ભગિનીને લઈ દેડી આવ્યા છે. મારું નામ તો “ચેલણ” છે. મેં સારથીએ રથ ઉપાડ્યો તે વેળા જ એ વાત પર ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો હતો કે સુષ્ઠાને આવવા દ્યો, પણ આપે તે ગણુકાયું નહીં. એના ફળસ્વરૂપે આપની ધારણ અપૂર્ણ રહી અને મારી દશા ત્રિશંકુવર્ બની. નીર ન મળ્યું અને તીરથી દૂર નીકળી ગઈ ! ” સારથીએ રથ થોભાવતાં જ ચેલણ એમાંથી ઊતરી પડી અને ઉપાલંભરૂપે ઉપર પ્રમાણે જણાવ્યું
સુબ્રુ! શા સારુ વિષાદ કરે છે? મેં જે છબી નિહાળી છે અને જેનાથી હું મેહમુગ્ધ બન્યો છું એમાં અને તારા પ્રત્યક્ષ દિદારમાં મને કંઈ જ ફેર જણાતો નથી. કયાં તો તું મારી સાથે છળ રમતી હોય વા મજાક કરતી હોય; કિંવા તમારી બન્નેની આકૃતિઓ સમાન હોય; એ સિવાય અહીં અન્ય પ્રશ્ન સંભવતો જ નથી.”