________________
ચેડા મહારાજા :
૩૭૧] મહારાજના અંત:પુરની સમીપમાં સુગંધી તેલ અને સુવાસિત કરી આણના વેપારી તરીકે ધામે નાંખીને પડ્યાને વર્ષ ઉપરાંતના અવધિ વીત્યો હતો. અડ્ડો જમાવ્યા પછી અઠવાડીઆના ટૂંકા સમયમાં જ તેણે રાજમહાલયના દાસ-દાસીઓનું આકર્ષણ કરી લીધું હતું. સસ્તા દામે વિવિધ પ્રકારનાં તેલ વેચનાર સોગંધિક તરીકે એની ખ્યાતિ સારી ય નગરીમાં પ્રસરી ચૂકી હતી. આવી સુંદર શરૂઆત પછી એણે દૈનિકકમ શરૂ કરતાં પૂર્વે એક સુંદર રીતે આલેખાયેલ ચિત્રપટને પુષ્પહાર ચડાવી ભાવપૂર્વક પ્રણામ કરવાનો નિયમ રાખ્યો હતો. કેઈક વાર આ વિધિમાં ઠીક ઠીક સમય લેતો. એ વેળા અંતઃપુરની દાસીઓને સુગંધી પદાર્થની ખરીદીમાં ઢીલ થતી. આવી એક સમયની ઢીલ સારુ સુગાને સુયેષ્ઠા કુમારી તરફથી ઉપાલંભ મળતાં તેણીના મનમાં એ કોનું ચિત્રપટ છે એ જાણી લેવાની તાલાવેલી ઉદ્દભવી. બીજે દિવસે એકાંત જોઈ એણે સોગંધિકને પ્રશ્ન કર્યો. ‘જોઈતું હતું ને વૈદ્ય કહ્યું’ એ કહેવત પ્રમાણે સાગધિકે એનું સ્વરૂપવર્ણન એવી છટાથી કરી બતાવ્યું કે સુવેગાના મનમાં વસી ગયું કે આવા ક્ષત્રિય સ્વામીનો વેગ મળે તો મારી શેઠાણું સુખી થાય. તરત જ તેણીએ આ વૃત્તાંત પોતાની સ્વામિની સુણાકુમારીને કહ્યો અને અંતમાં જણાવ્યું કે “આ ક્ષત્રિચાવતં બીજો કોઈ નહિ પણ થોડા સમય પૂર્વે જેનું માથું આવ્યું હતું એ મગધરાજ ભંભાસર પોતે છે.”
આ શબ્દ કર્ણમાં પડતાં જ તરુણી સુણાના અંતરમાં જબરું મંથન ઉદ્દભવ્યું. પ્રેમાળ માતા સાથે મહિના પૂર્વેની મંત્રણાઓ તાજી થઈ. સુવેગાને એ ચિત્રપટ લઈ આવવાની આજ્ઞા કરી.
વણિકકળાથી દેવ પણ નાસે” એ કહેવત મુજબ ઈસિત સિદ્ધ થવાની પળ નજીક આવતાં ગંધિકે કંઈ કંઈ યુક્તિઓ