________________
ચેડા મહારાજા :
[૩૬૯] જોઈએ કે તે મને તો અન્યાય જ કર્યો છે. તારી શેઠાણનું ઈસિત સાધવામાં મેં મારા વ્યવસાયને બાજુ પર રાખી કેવળ પરમાર્થ દષ્ટિએ જે ભયંકર સાહસ ખેડયું છે અને લગભગ એમાં સફળતા મેળવી છે અર્થાત્ વહાણ કિનારે આવ્યા જેવી. સ્થિતિ ઉપસ્થિત કરી છે તેને તારા તરફથી ઠપકારૂપ નતીજે મળી ગયો છે. વણિકકળાના વખાણ તો દૂર રહ્યા, એની ડહાપણગીરી તો અદશ્ય રહી, એની સહનશક્તિ, ધીરજ કે સાહસિક્તા તે નજરે ન ચડી, માત્ર જડી એક સોદાગરી કિવા વ્યવસાયપટુતા–અને તે પણ ટીકાની દષ્ટિથી!
ભળી વામા ! સાંભળ. આવાં કાર્ય પાછળ વણિકબુદ્ધિ અને અંત ન હોય તો ભાગ્યે જ એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. ઉતાવળથી તો જોતજોતામાં ભડકો થઈ જાય ને કાર્ય વિણસી જાય ! “વાણી આ વિના રાજા રાવણનું રાજ્ય ગયું”
એ લોકેક્તિ શું તે નથી સાંભળી ? ખેર ! તારી માફક મને લંબાણ કરવાનો સમય નથી. ધ્યાન રાખી સાંભળ. જે આજે એકાદશી છે. આજથી ચોથા દિવસે અર્થાત્ પૂર્ણિમાના મધ્યાહ્ન કાળ પછી, મગધનો સ્વામી થોડા અંગરક્ષકો સહિત અંત:પુરની સમીપમાં જે બાગ છે ત્યાં આવી પહોંચશે. તે પૂર્વે તારી
સ્વામિનીએ બધી તૈયારી કરી ત્યાં સત્વર હાજર થવું જોઈએ. કેઈને સાથે લેવાનું નથી. સુરંગમાર્ગ એ સાંકડો છે કે નાનકડા રથ સિવાય કઈ પસાર થઈ શકે તેમ નથી, તેમ વિલંબ પણ થે ન ઘટે. મહાન શત્રુના ઘરમાં વિશેષ વિલંબ જોખમકારક છે.”
સેગધિક ને સુવેગાના આ સંવાદ પરથી ચાલુ કથાનકને પ્રવાહ સહજ અનુમાની શકાય તેમ છે, છતાં એને યથાર્થ સ્વરૂપે જોઈ લઈએ કે જેથી વાર્તાપ્રવાહ અબાધિતપણે આગળ વહે.
૨૪