________________
[૩૬૮]
પ્રભાવિક પુરુષો : “ સોગંધિક મહાશય ! તમે એમ ન સમજશો કે આ અબળા મારા સહકાર વિના શું કરી શકવાની છે? જાળમાં આવેલ માછલું હવે કયાં જવાનું છે ? માટે એને ઈચ્છા મુજબ નાચ નચાવું! સાચી વાત તો એ છે કે મારી શેઠાણું કુલીન વંશનું સંતાન હોઈ, ધર્મનીતિની જાણકાર હોઈ, કેઈ ઉતાવળું પગલું ભરે તેમ નથી. વળી તમે જાણે છે કે રાજ્યકારભારની આંટીઘૂંટીઓ વિચિત્રતાથી ભરેલી હોય છે, પણ જ્યાં એક વાર પ્રેમની ગાંઠ બંધાઈ ત્યાં એ બધી પ્રતિકૂળતાઓને હિસાબ મૂકાતો જ નથી. તેથી જ તમારી મારફતે સાધના કરવી ઈષ્ટ ધારી છે.
તમોએ તમારા માલિકનું જે રીતે વર્ણન કર્યું હતું તે જોતાં તે એ મોટા દેશનો સ્વામી છે. બહારથી પણ સાંભળ્યું છે કે મગધ દેશનો રાજા પ્રતાપી છે, તો પછી એને આ કાર્યમાં આટલે વિલંબ શો? આમાં તો તમારું જ આળસ દેખાય છે. આની પાછળ કંઈ લાલસા કે ચાલબાજી તો નથી ને ? “આંગળ કહીને માંગળ વાસે, માંગળ કહીને મૂલ પ્રકાસે; જે ભૂલે તો કેટે હાંસ, વણિકકળાથી દેવો નાસે એવી જે તમારી છાપ છે તેવું તો કંઈ નથી ને ?”
અભય-“સુવેગા! સાચે જ આજે તો તે રેતી પર મોટા આલિશાન મહેલનું ચણતર ઊભું કરવામાં કંઈ કચાશ નથી રાખી. તારી કલ્પનાશક્તિને પણ ધન્ય છે ! અને નારીજાતિની વકીલાત કરવાની ચતુરાઈને પણ ધન્ય છે. વિશાલાના અંત:પુરમાં તારા સરખી દાસીઓમાં જ્યારે આવી દક્ષતા દષ્ટિગોચર થાય છે ત્યારે એનું આધિપત્ય ધરાવતાં મહારાણું કે એમની કુંવરીઓમાં એ શક્તિ પૂર્ણતાએ પહોંચી હોય એમાં આશ્ચર્ય જેવું પણ શું હોઈ શકે ? આજે ભારતવર્ષમાં ચેડામહારાજાની દીકરીઓની જે પ્રતિષ્ઠા પ્રસરી છે એ આ પ્રકારના એકધારા સંસ્કારને પ્રતાપ જ છે, પણ આટલી પ્રશંસા પછી, ચેટી સુવેગા! મારે કહેવું