________________
[ ૩૬૬ ]
પ્રભાવિક પુરુષો : તમે જાણતા જ નથી અથવા તો તમે કેવળ વ્યવસાયના કીડા છે! ધનના દાસ છે ! એમ ન હોય તો છતે સાધને આવું નિરસ જીવન કેણ ગાળે? પુરુષના હૃદય ખરેખર કઠેર જ હોય છે.”
“જ્યારથી તમારી પાસેથી પેલી છબી લઈ જઈ મેં મારી સ્વામિનીને બતાવી છે ત્યારથી તેણીની દશા એટલી બધી પલટાઈ ગઈ છે કે મને તે લાગે છે કે એ અગાઉના સુભેચ્છા બહેન જ ન હોય! કયાં પૂર્વનું સ્વતંત્ર ને મોજીલું જીવન અને કયા અત્યારનું પરતંત્ર ને વિહંળ જીવન? કોણ જાણે એ છબીના દર્શને શું જાદુ કર્યું છે કે ત્યારથી એમને આનંદ, કુતૂહળ અને તનમનાટ પલાયન કરી ગયા છે અને એનું સ્થાન ગંભીરતા ને વિચારમગ્નતાએ લીધું છે. એમાં કેટલીક વાર ઉકેગની રેખા પણ જણાય છે. સતત એ પ્રતિકૃતિના વિચાર એકાંત મળતાં ચાલતા જ હોય છે અને સ્વપ્નમાં પણ એ નામને લવારે થઈ જાય છે. નથી તો પૂરુ ખાતાં કે નથી તો પૂરું ઊંઘતાં. જ્યાં એ પૂર્વની કંચનવર્ણ દેહલતા અને યુવાનીના અદમ્ય તનમનાદથી નાચતાં અંગો અને કયાં હાલની શ્રીમત્રતુની સરિતાપટ સમી શુષ્ક કાયા? પ્રીતની રીત ન્યારી છે અને એની કારમી અસર મરદ કરતાં સ્ત્રીહૃદય પર સત્વર ને સચોટ થાય છે. જેમ ચક્રવાકી ચક્રવાક પાછળ પોતાના જીવનની આહૂતિ દેતાં પાછી પાની નથી કરતી અને જેમ પતંગિયું દીપકની જીત પાછળ ફનાગીરી વહેરે છે તેમ જેણે પ્રેમરસનું પાન કર્યું છે એને મન જીવન-અર્પણ એ મામૂલી વસ્તુ છે.
પ્રેમપંથ પાવકની વાળા છે ” એથી મારા તમારા જેવાં દેખનારાં દાઝે છે, બાકી અંદર પડેલાં તો મહાસુખ માણે છે.
“આટલો લાંબો ઈતિહાસ કહેવાનું પ્રજન એટલું જ કે મારી સ્વામિનીની દિવસે દિવસે થઈ રહેલી ગંભીર દશાને પરદેશી બંધુ ! તમને સાચો ખ્યાલ આવે. એ વાત પરથી તમારી