________________
[ ૩૭૨ ]
પ્રભાવિક પુરુષ :
કરી. એના લખાણુનુ' અહિં પ્રયેાજન નથી. ટૂંકમાં એટલું જ કે પેાતાના ઈરાદા જરા માત્ર પ્રગટ ન થવા દેતાં, કુવરીની ખાસ તમન્નાથી જ પાતે આ પ્રવૃત્તિમાં પડે છે એવા ભાવ ખડા કર્યાં. ચિત્રપટના દર્શનથી સુજ્યેષ્ઠાના નિશ્ચય થયા કે વરવુ તા મગધેશને. જો કે એમ થવામાં વિઘ્ના ઓછાં નહાતાં. પિતાશ્રી ચેટક એ માટે નારાજ હતા, એ વાત ઊઘાડી હતી; પણ ક્ષત્રિયબાળાના નિરધારમાં એવી મુશ્કેલીઓને જરામાત્ર પણ સ્થાન હેતુ જ નથી. પ્રેમના માર્ગ જ કાંટાળા હાય છે. દુશ્મન-ભાવ દાખવતાં કુળામાં પ્રેમની જમાવટ થયાના ઉદાહરણા સંખ્યાબંધ પ્રાપ્ત થઇ શકે છે. અહીંતા પિતાના જેમ વિરાધ હતા તેમ સ્વેચ્છા મુજબ પતિની પસંઃગી કરવાના પોતાને હક્ક પણ હતા. એટલે એ જોખમ તા હતુ, પણ એને ઝાઝો ગભરાટ નહાતા; છતાં જો એ કાર્ય ગુપ્ત રીતે ઊકલી જતુ હાય તા ઘણું સારું. એવા નિશ્ચય કરી કાઇ પણ રીતે એનું ચાકઠુ ગાઠવવાનું જવાબદારીભર્યું કાર્ય સાગધિકના હાથમાં સોંપાયું. બનતી શીઘ્રતાએ એ કાર્ય પાર પાડવાની ખાસ ચેતવણી અપાણી. સુજ્યેષ્ઠા તરફથી સુવેગાએ ખાત્રી આપી કે ‘મગધરાજ આવીને સુજ્યેષ્ઠાને લઇ જાય એ માટે સુજ્યેષ્ઠા કાગના ડોળે રાહ જોતી તૈયાર છે.’
આ પ્રકારની પાકી ખાત્રી થયા પછી સાગ ધિકે–અભયે પિતા શ્રેણિકભૂપને સર્વ વ્યતિકર જણાવી એ માટે ગુપ્તપણે મગધરાજ્યની હદના છેડેથી એક સુરંગ ( ભૂમિમાગ ) ઠેઠ ચેટક રાજાના અંત:પુરના માગમાં નીકળાય તેવી રીતે તૈયાર કરવાની સૂચના કરી અને એ માટે ઉપયેગી થઇ પડે તેવા ખરાખર માપસૂચક નકશા પણ માકલી આપ્યા. વળી એ સાથે કામ સત્વર ઉપાડવાની તાકીદ કરી. એ સુરંગ સૂચવાયેલા નકશા પ્રમાણે પૂર્ણ થયાના સમાચાર મળતાં જ અભયે પૂર્ણિમાને દિવસ નક્કી કરી