________________
[ ૩૬૪]
પ્રભાવિક પુરુષો : ભવિતવ્યતા મિથ્યા થનાર જ નથી ત્યારે એ સંબંધી ચિંતાના વર્તુળોમાં અથડાવાનું શું પ્રજન? શા સારુ વર્તમાન તરફ ન જેવું? કઈ ધરતી કે કઈ નગરી શાશ્વત રહેવાની છે? રાજા તો નિમિત્તરૂપ છે. જન્મભૂમિ અને જનતાના શ્રેય-સંરક્ષણ અર્થે યથાશકર્યો પ્રયાસ કરવા એ તેનું કાર્ય છે. સફળતા કિંવા નિષ્ફળતા એ કર્માધીન વસ્તુ છે. એ તરફ પુરુષાથ આત્મા દષ્ટિ સરખી પણ નાંખતા નથી. વળી એક વેળા આપ કહેતા હતા કે જ્યાં લગી વિશાલા નગરીમાં પવિત્ર “તૂપ” મેજુદ છે ત્યાં લગી એનું ભવિષ્ય ઉજજવળ છે. આજે તો એ પુનિત સ્થાન સારી ય પ્રજાનું યાત્રાસ્થળ છે, તો પછી આવા વિચારને શા માટે હૃદયમાં સ્થાન આપો છો ? પ્રભુ શ્રી વીરના ઉપાસક માટે–આત્મા અને કર્મની રમતના જાણકાર માટે અનામત કાળની ચિંતા કરવાપણું ન જ હોય; એ તો ચાલુ કાળમાં પિતાને ધર્મ બજાવ્યે જાય. સમયના ચક્રમાં રંચમાત્ર આદુંપાછું કરવાની ક્યાં કઈ પણ આત્માની શક્તિ નથી ત્યાં એની વિચારણું પાછળ ફેગટ ફાંફાં શા મારવાં ? માટે એ વાત મનમાંથી આપ કાઢી નાંખે. આજથી હું પણ મગધને અને તેના સંબંધને વિસારી મૂકું છું.” - દંપતીને આ વાર્તાલાપથી મગધ સાથેના સંબંધ પર પડદો. પડ્યો, પણ વિધિના દાવ તે અદશ્ય હોય છે. એ “અતિઘટિતાનિ રતિ, કુદિતદિતાનિ કરવુ ” ની ઉપમાવાળી છે. એ ધાર્યો જોગ કેવી સિફતથી સાધે છે, નાની સરખી વાત કેવા મહાભારત રૂપમાં પરિણમે છે એ માટે હવે પછી વિચારશું.
સુવેગા! તારા કુંવરીબાને સત્વર જઈને ખબર આપજે કે ચિરકાળસેવિત મને રથ-વૃક્ષને ફળ બેસવાને સમય આવ્યો છે.”