________________
[૩૬૨]
પ્રભાવિક પુરુષો : ભારતવર્ષમાં એ કાળે મગધની કીર્તિસુવાસ ઓછી નહતી પ્રસરી. એ એક જબરું સામ્રાજ્ય લેખાતું. એની યશકલગી સામે વીતભયપટ્ટણ, અવંતિ અને કેશાબી ઝાંખા જણાતાં; એટલે દૂતના આવાગમન પૂર્વે કેટલાય સમયથી એવા મહાન રાજ્ય સાથે સંબંધ સાંકળવાના–સુચેષ્ટા એ રાજ્યની અધિષ્ઠાત્રી બને તેવામનોરથની માળા વિશાલા નગરીના અંત:પુરમાં ઉદ્દભવી ચૂકી હતી. તે કારણે જ મહાસતીએ દૂતનો વિદાય પ્રસંગ સાંભળે ત્યારે માત્ર એમને અતિદુઃખ થયું એટલું જ નહિ, પણ હાથમાં આવેલી સુંદર તક ચાલી ગઈ એમ જણાયું અને એ વાતમાં મહારાજે અકારણ ઉતાવળ સેવીને વાત વણસાડી દીધી એમ સ્પષ્ટ ભાસ્યું. તેથી એ ચર્ચા શરૂમાં જોઈ ગયા તેમ અતિ મહત્ત્વની થઈ પડી.
ચેટકરાજને પ્રજામાં ચાલી રહેલ આ વિષયને વાર્તાલાપ ખાસ અસર કરે તેમ નહોતું. તેમ એટલી પણ ખાત્રી હતી કે જ્યાં લગી સુજયેષ્ઠાની પિતાની વૃત્તિ મગધેશ પ્રતિ વળે નહીં ત્યાં સુધી આ સંબંધ હવામાં અદ્ધર લટકતો હતો, છતાં વહાલી દેવીના આગ્રહથી આ જાતના જોડાણ સામે પિતાને વધુ વિરોધ કયા કારણે હતો એ પ્રકાશવાની જરૂર જણાઈ. વળી મહાસતીને એ વાત કહ્યા સિવાય તેમનું મગધ તરફનું વલણ બદલાય તેમ હતું પણ નહીં એટલે તેઓ બોલ્યા
દેવી ! જગતના માનવીઓ માને કિવા ન પણ માને, છતાં કેટલાક વિષય એવા છે કે એમાં બુદ્ધિબળ કરતાં શ્રદ્ધાબળ વધુ કામ લાગે છે. એ જાતના વિષયેમાં ધર્મ, તિષ અને આરોગ્યનો સમાવેશ સહજ કરી શકાય. મારી તો એ સંબં, ધમાં ખાસ ખાતરી થઈ ચૂકી છે કે દલીલબાજીમાં ઊતર્યા વગર કેવલ શ્રદ્ધાના જોરથી–અંતરના અવાજથી–એવા પ્રસંગે કામ કરવું. એક વાર પંડિતમંડળીની ગેષ્ઠી પૂરી થયા પછી હું અને